________________
પ્રતિમાને અનુવાદ
(૧૬૦) સં ૧૪૮૭ના પિષ સુદિ ૨ ને રવિવારે શ્રીઅંચલગચ્છીય શ્રીમેરૂતુંગસૂરિના પટ્ટધર ગચ્છનાયક શ્રી જયકીર્તિ સૂરિના ઉપદેશથી શ્રીદાત્રયના રહેવાસી પિરવાડજ્ઞાતીય શા. ભાડાના પુત્ર શા. ઝામટની ભાર્યા.....................
(૧૬૧) સં. ૧૪૮૭ના પિષ સુદિ ૨ ને રવિવારે શ્રીતપાગચ્છીય શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રીજિનસુંદરસૂરિના ઉપદેશથી શ્રી પાટણના રહેવાસી પોરવાડજ્ઞાતીય શા .ના પુત્ર શા. નાથ, શા. મેઘાના પુત્રો રૂપચંદ, ભીમા અને ખીમાના કલ્યાણ માટે (રંગમંડ૫) કરાવ્યું.
(૧૬૨) સં. ૧૪૮૭?.......શ્રી સમસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિ, શ્રીજિનસુંદરસૂરિના ધર્મોપદેશથી સ્તંભતીર્થ (ખંભાત)ના રહેવાસી વિજયપાલના પુત્ર સની જગસિંહના પુત્ર સારા ગુણપતિના પુત્ર સોની કાલાકે દેરીની આગળ કલ્યાણ અર્થે રંગમંડપ કરાવ્યો.
(૧૬૩) સં. ૧૪૮૭ના ચૈત્ર વદિ ૮ ને સોમવારે શ્રીસાધુપૂર્ણિમાગચ્છના મંડન શ્રી.........ચંદ્રસૂરિ ગચ્છનાયક સુવિહિત ચક્રવર્તી પૂજ્ય શ્રી રામચંદ્રસૂરિમંડન ગણિ બાલચંદ્ર, મુનિ નયચંદ્ર, મુનિ વિનયરત્નની સાથે સંઘાધિપતિ સોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org