________________
શR
પ્રતિમાલેખેને અનુવાદ
(૧૨૯) સં. ૧૪૮૨ના ફાગણ..........ને રવિવારે ઉપકેશજ્ઞાતીય સં. સહકલની ભા....................શ્રી આદિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની અંચલગચ્છના જ્યકીર્તિસૂરિ ..........એ પ્રતિષ્ઠા કરી.
(૧૩૦-૧૩૧-૧૩૨) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ગુરુવારે શ્રી તપગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર દુધર ચારિત્રને ધારણ કરનાર શ્રીસેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, જયચંદ્રસૂરિ, ભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્ગો એશવાલવંશીય શા ધણસીહના સંતાનમાં શા. જયતાની ભાય બાઈ તિલકૂના પુત્રો સંઘવી સમરસી અને સં. મેખસીએ જીરાવલાના મંદિરમાં દેવકુલિકા કરાવી.
(૧૩૩) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ને ગુરુવારે શ્રી તપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી, શ્રીક્લવગનગરમાં એશવાલજ્ઞાતીય અને કટારિયા ગોત્રના કઠારી છાહડ અને સામંતના સંતાનમાં કે નરપતિની ભાર્યા દેમાઈના પુત્રો સંઘવી તુકદે, પાસદે, પૂનસી, મૂલા-એ બધાએ જીરાવલા મંદિરમાં દેવકુલિકા કરાવી.
મારું શ્રેષ્ઠ ગેત્ર કટારિયા છે. મારા પિતા તાઊં અને માતા દેખાઈ છે. શ્રી છીલજ મેડતા માત્રની પિષાળમાં શ્રીસેમસુંદર(સૂરિ) ગુરુ છે અને એ ગુરુઓને વંદનીય એવા દે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org