________________
૯. મૂંગથલા (મુંડસ્થલ) સાંતપુરથી વાયવ્ય ખૂણામાં ૩ માઈલ અને ખરાડીથી પશ્ચિમમાં કા માઈલ દૂર આબૂની નીચે “મૂંગથલા” નામનું ગામ આવેલું છે. આ ગામ સાંતપુર તહેસીલમાં છે. જૈનમંદિર :
આ ગામની આસપાસમાં હાલ કેટલાંક મંદિરે ઉજજડ– ખંડિયેરો થઈ ગયેલાં પડ્યાં છે. તેમાં વિશાળ આકારવાળું એક જૈનમંદિર ગામના દક્ષિણ તરફના ઝાંપામાં જ રાજના પડવા (થાણા) પાસે પાછળથી જરા ઊંચાણ ભાગવાળી જમીન ઉપર અને આગળથી જરા નીચાણવાળી જમીન ઉપર આવેલું છે. તેથી આગળના ભાગથી જોતાં આ મંદિર ત્રણ મજલા જેટલું ઊંચું હોય એમ દેખાય છે.
આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શિખર, દરવાજાની બંને બાજુએ થઈને ૨૪ દેરીઓ, શૃંગારચિકી અને ભમતીના કોટ યુક્ત દેવવિમાન જેવું બનેલું હતું. છકી અને રંગમંડપનું બધું કામ સુંદર મકરાણુના સફેદ પથ્થરથી બનેલું છે પરંતુ ખાસ કરીને તેના સ્તંભે, મેરા, ગેખલા અને દરવાજા વગેરે તે સુંદર કેરણીવાળા મકરાણાના પથ્થરથી બનેલા છે. અત્યારે આ મંદિરને ગૂઢમંડપ, કી અને રંગમંડપનો ભાગ સ્તંભે અને ઘુમ્મટે સહિત સહીસલામત ઊભે છે. એ સિવાય ચાર-પાંચ દેરીઓ, કેટલાક સ્તંભે, કેટલીક છત અને કેટલીક ભીંત ડી ડી ઊભી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org