________________
અજાણ્યું રહી શકે એમ નથી. આ ગ્રંથમાં જૈન મંદિર, જેનોની વસ્તી, ઉપાશ્રય વગેરેના વર્ણનની સાથોસાથ જ જૈનેતર પ્રાચીન હિંદુ મંદિરને પણ તેમણે જતાં કર્યા નથી. આમ, એકલા હાથની જાતમહેનત અને વિહારના કષ્ટદાયક અનુભવ સાથે પુરાતત્ત્વની શોધખોળપૂર્વક એતિહાસિક દષ્ટિએ આ ગ્રંથ તૈયાર કર્યો છે. આની સાથોસાથ તે તે ગામોમાંના મંદિરે, થાંભલા, ચબૂતરા, સરઈઓ વગેરે – જ્યાં જ્યાંથી શિલાલેખે મળી આવ્યા, તે ખૂબ સાવધાનીથી ઊતારી લીધા છે, તેને સંગ્રહ “અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખ સંદેહ (આબુ ભાગ ૫.)” નામે છપાઈ રહ્યો છે, તે પણ છેડા સમયમાં પ્રગટ કરવાને અમે ભાગ્યશાળી થઈશું.
મહારાજશ્રીનાં પ્રગટ થયેલાં પુસ્તક પુરાતત્ત્વવેત્તાઓ – વિદ્વાને અને તીર્થ પ્રેમીઓમાં આજ સુધી આદરપાત્ર થઈ પડયાં છે, તેમાં શંકા નથી. આ ગ્રંથમાં લગભગ પંદર જેટલા ફટાઓ, સુંદર છપાઈ પાકું બાઈડીંગ અને જેકેટને લીધે પુસ્તકની બાહ્ય આકૃતિ પણ મનોહર બનાવવાને અમે યત્ન કર્યો છે. આ અને બીજા ગ્રંથ પ્રગટ કરવાનું અમને જે સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે અમે મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજના અત્યંત આભારી છીએ.
યુદ્ધના અંગે ભયંકર મેંઘવારી અને પિપર કંટ્રોલને લીધે અત્યાર સુધી આ પુસ્તક પ્રગટ કરવામાં વિલંબ થયો છે. જો કે અત્યારે પણ એ જ મુશ્કેલીઓ ચાલુ છે જ છતાં આ પુસ્તક છપાવવામાં થોડીઘણી સહાયતા મળી જવાથી અને લેખક મહારાજશ્રીએ પંદર વર્ષ પહેલાં તૈયાર કરેલા પુસ્તકને સાવંત વાંચી, તેમાં ઘણો સુધારે તથા ઉમેરો કરી, તૈયાર કરીને થોડા સમય પહેલાં જ આપ્યું, એટલે અમે બહુ શીઘ્રતાથી આ પુસ્તક છપાવી પ્રગટ કરીને જનસમાજ સમક્ષ રજુ કરીએ છીએ.
પહેલાં તો આ ગામના વર્ણનની સાથોસાથ જ શિલાલેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org