________________
પ્રકાશકનું નિવેદન
સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજના નામથી વિદ્વત-જગત ભાગ્યે જ અજાણ્યું હશે.
તેમની પ્રૌઢ લેખિનીથી લખાયેલ ૧ વિહારવર્ણન, ૨ આબુ (ગુજરાતી), ૩ બ્રાહ્મણવાડા, ૪ હેમચંદ્રવચનામૃત, ૫ અબુદ પ્રાચીન જૈન લેખ સંદોહ (આબુ ભાગ ૨.), ૬ શંખેશ્વર મહાતીર્થ, છ અચલગઢ (આબુ ભા. ૩.), ૮ હમીરગઢ તીર્થ વગેરે અનેક ઐતિહાસિક ગ્રંથ અગાઉ પ્રગટ થઈ ચૂક્યા છે. ત્યાર પછી તેમને આ “અબુદાચલ પ્રદક્ષિણ (આબુ ભાગ ૪.) ” નામનો ગ્રંથ જે ઈતિહાસ અને પુરાતત્તવની શોધપૂર્ણ લગભગ પંદર વર્ષ થયાં તૈયાર કરેલું હતું, તેને આજે પ્રગટ કરતાં ખરેખર અમને ખૂબ આનંદ થાય છે.
આબુને ઇતિહાસ તે પુરાણો છે પણ મંત્રીશ્વર વિમળશાહે ને વસ્તુપાલ-તેજપાલની બંધુબેલડીએ જેનોનાં સંસ્કારધામ સમાં દેવમહાલયો રચી, તેમાં શિલ્પ-કોતરણીને કળામય રંગ પૂરી જગતને મુગ્ધ કર્યું ત્યારથી તો તેને મહિમા વધુ ને વધુ પ્રકાશમાં આવ્યો અને તેની આસપાસનાં ગામો પણ તેના અનુકરણરૂપે નાનાં-મોટાં દેવપ્રાસાદથી સુશોભિત થતાં અબુદાચલને ગિરિરાજ સમોવડ કરી મૂક્યો; એ હવે આ ૯૭ ગામોના એતિહાસિક પરિચયથી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org