________________
આપવાને મહારાજશ્રીનો ઈરાદો હતો પણ વર્ણનનું કદ વધી જતાં અને શિલાલેખોને પણ સાનુવાદ આપવાનો વિચાર કરતાં બંને ગ્રંથને આબુના ચોથા અને પાંચમા ભાગ રૂપે પ્રગટ કરવાને નિર્ણય કર્યો, જેને ચોથો ભાગ અમે આ સ્વરૂપે પ્રગટ કરીએ છીએ.
આ ગ્રંથ માટે પૂ. લેખક મહારાજશ્રીના ઉપદેશથી અમને પરચૂરણ સહાયતા મળી છે તે માટે અમે સહાયકાને આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવા જ્ઞાનકાર્યમાં પોતાની શક્તિ અનુસાર નિરંતર ફાળો આપતા રહે. આમ જે સહાયતા મળી છે તે આ મેંઘવારીના સમયે લાગેલા ખરચથી ઓછી છે. એટલે આ પુસ્તકની કિંમત અમે લાગત કરતાં યે ઓછી રાખી છે. છતાં વેચાણથી ઉપજેલી રકમમાંથી કુલ ખરચ-જેવું કે, કાગળ, છપામણી, કમીશન, જાહેરાત, વ્યવસ્થા ખર્ચ વગેરેનું બાદ કરતાં જે કંઈ વધારે રહેશે, તે રકમ બીજાં પુસ્તક છપાવવામાં અને જ્ઞાનકાર્યમાં જ વપરાશે.
આ પુસ્તકને શીઘ્રતાથી પ્રફ વગેરેનું સંશોધન કાર્ય સારી રીતે તૈયાર કરી આપવા માટે દહેગામનિવાસી વ્યાકરણતીર્થ પં. અંબાલાલ પ્રેમચંદ શાહનો અને પુસ્તકને છપાવવામાં અને તેના બહિરંગને સુશોભિત કરી આપવામાં અમદાવાદનિવાસી ન્યાયતીર્થ તર્લભૂષણ પં. રતિલાલ દીપચંદ દેસાઈ અને પં. શ્રી જયભિખુને અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ. " અંતમાં પૂજ્ય ગુરુદેવ અમને આવું લેકેપયોગી બીજું વધારે સાહિત્ય પ્રસિદ્ધ કરવાનું સામર્થ્ય અર્પે એ જ મહેચ્છા.
– પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org