SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણવા લોકોની માન્યતા છે કે ભગવાન મહાવીરસ્વામી અહીં કાઉસગ્ગ (કાર્યોત્સર્ગ) ધ્યાનમાં રહ્યા હતા, તે વખતે ગાવાળિયાએ ભગવાનના બંને કાનમાં ખીલા નાખ્યા હતા, રાજકોટનિવાસી એક વયેવૃદ્ધ શ્રાવકના મુખથી મારા સાંભળવામાં આવ્યું છે કે–“ઉપર્યુક્ત દેરી હાલ જમીન ઉપર છે, પણ તેને બદલે લગભગ ૪૦-૪૬ વર્ષ પહેલાં એ જ ઠેકાણે પહાડના દશેક ફૂટ જેટલા ઊંચાણવાળા ભાગ ઉપર દેરી હતી અને તેમાં ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખીલા નાખ્યાની સ્પષ્ટ આકૃતિ પહાડના પથ્થરમાં કતરેલી હતી.” પણ અત્યારે ફક્ત પહાડમાં કોતરેલી પાદુકા સિવાય તેમાંનું કાંઈ નથી. આ ફેરફાર ક્યારે થઈ ગયે એ સંબંધી કાંઈ પણ (જૂના કાર્યવાહકેને અભાવ અને નવા કાર્યવાહકેને આ સંબંધી કાંઈ પણ માહિતી નહીં હોવાથી) મારા જાણવામાં આવ્યું નથી. શ્રીવીર ભગવાનને “કાનમાં ખીલા નાખ્યાને ઉપવગેરે ઉપસર્ગોને પ્રભુજી કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહીને સહન કરે છે, જરા પણ ચલાયમાન થતા નથી. આવી આવી કૃતિઓની આરસની મૂર્તિઓ કરાવીને તે દેરીમાં પધરાવવાના હતા અને બાકીના કેટલાક ઉપસર્ગોનાં ચિત્રામણ કરાવવાના હતા. કદાચ હવે તે બધું થઈ ગયું હશે. ઉક્ત બન્ને ગૃહસ્થની આર્થિક સહાયથી, આ દેરીની પાછળ અને બાજુમાં, યાત્રાળુઓને ઉતરવા માટે ચાર બંગલાઓ પંદરેક વર્ષ પહેલાં બંધાવવામાં આવ્યા છે અને બીજાં પણ કેટલાંક મકાન બંધાવવાનું શરૂ થઈ ગયું હતું. આવી રીતે આ ધામની. અત્યારે દિનપ્રતિદિન ઉન્નતિ વધતી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy