SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અબુદાચલ પ્રદક્ષિણું સર્ગ “ષમાની” ગામ પાસે થયાનું વર્ણન (ત્રિપછી) મહાવીર્વત્રિ અને રાત્રyવધવા-ટીવા વગેરે ગ્રંથોમાં આવે છે તેથી ઘણા વિદ્વાને અહીં તે તેની માત્ર સ્થાપના જ હોવાનું માને છે, અને એ જ વાત સાચી લાગે છે. આ ઠેકાણે એક વાત વિચારવાની રહે છે તે એ કે, જે જે સ્થાપનાઓ, દંતકથાઓ અને કિંવદન્તિઓ હોય છે, તે બધી સાવ નિર્મૂળ તો નથી જ હતી, તેમાં કાંઈક તો સત્યાંશ જરૂર રહેલે હોવો જોઈએ, પણ આવી જૂની પ્રવૃત્તિઓના મૂળમાંથી સત્યાંશ કે તેને ઉદ્દેશ શોધી કાઢવો એ જેવી તેવી વાત નથી, તે માટે ઘણું પ્રયત્નો કરવાની જરૂર પડે છે. જેમ બ્રાહ્મણવાડજીમાં શ્રીવીર ભગવાનના કાનમાં ખીલા નાખવાના ઉપસર્ગની સ્થાપના છે તેમ બ્રાહ્મણવાડજીથી ચાર માઈલ દૂર આવેલા નાંદિયા ગામની બહારના શ્રી મહાવીર સ્વામીના પ્રાચીન અને વિશાળ મંદિરની પાસેની, પહાડના જરા, ઊંચાણ ભાગમાં આવેલી એક દેરીમાં ભગવાનને “ચંડકૌશિક સર્પના થયેલા ઉપસર્ગની સ્થાપના છે. સિરોહીની નજીકના એક ગામમાં “ગોવાળિયાની ખીરનું હાંડલું ભાંગ્યાના વૃત્તાંતની સ્થાપના હોવાનું સાંભળ્યું છે અને વઢવાણ શહેરની બહાર “શૂલપાણિ યક્ષના ઉપસર્ગની સ્થાપના છે. - શ્રી વીર ભગવાન છદ્મસ્થકાળમાં મારવાડ કે ગૂજરાતમાં નથી પધાર્યા, એવી વિદ્વાનની અત્યાર સુધીની માન્યતા હતી. પરંતુ મૂંગથલા (મુંડસ્થલી ગામના પડી ગયેલા શ્રીમહાવીર પ્રભુના મંદિરના મૂળ ગભારાના દરવાજા ઉપર ખોદેલો એક લેખ મળી આવ્યો છે. આ લેખ, શ્રીમાન કકસૂરિના શિષ્ય શ્રીમાન સાઉદેવસૂરિજીએ વિ. સં. ૧૪ર૬ માં આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy