________________
કેટર
ખંડિત જૈનમંદિરઃ
- અહીં એક જિનમંદિર તૂટી ગયેલું પડ્યું છે. મૂળગભારે, ગૂઢમંડપ, તેની આગળ મંડપ અથવા ચેતરે, તેની આગળ ભમતીને કોટ બનેલું હતું પણ અત્યારે તેને મૂળ ગભારે, શિખર, ગૂઢમંડપનો ઘુમ્મટ, દરવાજે અને ભમતીને કોટ વગેરે બધું પડી ગયું છે, માત્ર મૂળગભારાના તથા ગૂઢમંડપના દરવાજા ઊભા છે. તે બંનેની બારશાખમાં મંગળમૂર્તિ તરીકે તીર્થકર ભગવાનની મૂર્તિ કેરેલી છે. પથ્થરને ગૂઢમંડપ અને તેના ઉપરના ઘુમ્મટને થેડે ભાગ, મૂળગભારામાં પબાસણ સુધીની ભીંતે, કેટની ભીંત કઈ કઈ ઠેકાણે બેથી છ છ ફૂટ ઊંચી હજુ સુધી ઊભી છે. બીજે બધે ભાગ પડી ગયો છે. ઈટેનું બધું કામ પડી ગયું છે. અહીંની ઈટો ૧૨ ઇંચ લાંબી ૮ ઇંચ પહોળી અને જાડી ૨ થી ૩ ઈંચની છે. આ મંદિર જમીનથી જરા ઊંચાણવાળી પથ્થરની (મગરીની) જમીન ઉપર આવેલું છે. તેની આસપાસ ઈનાં રેડાં જ્યાં ત્યાં પડેલાં જણાય છે. તેથી પહેલાં મંદિરની આસપાસ વસ્તીવાળું ગામ હશે એમ લાગે છે.
પહેલાં અહીં શ્રાવકેની વસ્તી હશે, પણ હાલમાં એકે શ્રાવકનું ઘર નથી. ઉપાશ્રય કે ધર્મશાળા પણ નથી, માત્ર રબારીનાં ૧૦–૧૫ ઘરે છે. કેટલા વર્ષોથી આ ગામ ઉજ્જડ થઈ ગયું છે, તે નકકી જણાયું નથી. અહીંના શ્રાવકો ગુજરાતમાં રહે છે. આ સ્થાનથી ૧ ફલાંગ દૂર જરા નીચાણમાં નવું ગામ વસ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org