________________
૧૫૮
અર્બુદાચલ પ્રદક્ષિણા તેના ઉપર સં. ૧૯૮૩ને લેખ છે. આ મૂર્તિ સિંહના રહેવાસી દેશી ધાકે ભરાવી છે ને તેની શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી છે. (૧૩) આંચલિયા આદીશ્વર ભવનું મંદિર
આ મંદિરમાં મૂળ ના શ્રી આદીશ્વર ભ૦ની પંચતીર્થીના પરિકરવાની મૂર્તિ મૂળ ગભારામાં માત્ર આ એક જ છે. મૂર્તિ ઉપર લેખ નથી. બીજી મૂર્તિઓ ગૂઢમંડપમાં છે. સિદ્ધચક ભવ માટે નવી દેરીઓ બની છે. હાથી તથા સમવસરણ ખાલી બનેલાં છે. તે માટે ચૌમુખજી તથા મરુદેવા માતાની નવી મૂર્તિઓ મુકવાની છે. દેરીઓ ખાલી છે, તેને માટે પણ નવી મૂર્તિઓ આવેલી છે. મંદિરમાં પ્રવેશ કરતાં ભમતીની દેરીઓની પાસે જ જમણા હાથ તરફ એક બાજુમાં મહાદેવજીની આરસની નવી દેરી બનેલી છે.
અંદર શિવલિંગ, પાર્વતીજી અને પિઠિયે વગેરે હિંદુધર્મના દેવ-દેવીઓની મૂર્તિઓ, આ મંદિર બંધાવનાર અથવા તેમના વારસદાર શ્રાવકે સ્થાપન કરેલ છે.
આ આંચલિયા આ ભવનું મંદિર મોટું અને જૂનું છે. આ મંદિરમાં વિ. સં. ૧૪૬૩, ૧૪૮૩ અને ૧૪૮૭ વગેરેના લેખ છે. આની અંચલગચ્છીય શ્રાવકો દેખરેખ રાખે છે. (૧૪) શ્રીછરાઉલા પાર્શ્વનાથ ભવનું મંદિર :
આ મંદિર દેરાશેરીમાં નહિ પરંતુ બીજી શેરીમાં જેનધર્મશાળાની પાસે છે. આ મંદિરમાં મૂળ ના. શ્રીજીરાઉલા પાર્શ્વનાથ ભવની પંચતીથીના પરિકરવાની સુંદર મૂર્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org