SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અબુદાચલ પ્રદક્ષિણા હાલમાં આ ગામ તદ્દન ઉજ્જડ પડેલું છે. ભીલનું એક છાપરું સરખું પણ નથી. પહાડની ટેકરી ઉપર એક જૂને તૂટ્યફૂટ્યો કિલ્લો જોવામાં આવે છે. જેનોનાં ચાર મંદિરે, એક જૈન ધર્મશાળા, એક મોટી અને સુંદર જૂની વાવ, એક નાનું શિવાલય, થોડાંક મકાનનાં ખંડેરે સિવાય બાકી બધું નષ્ટ થઈ ગયું છે. અહીંના ચાર મંદિરે પૈકી ત્રણ મંદિરે પર્વતની ખીણમાં આવેલાં છે અને ચોથું મંદિર આગળના ભાગમાં એટલે સપાટી ઉપર રસ્તામાં આવેલું છે. (૧) આરસનું મુખ્ય મંદિરઃ જૈન ધર્મશાળાથી પહાડ તરફ થોડું આગળ ચાલતાં એક નીચા પણ વિસ્તારવાળા નિર્જન વનમાં એકલું અટુલું દેવવિમાન જેવું શોભતું આ મંદિર આવેલું છે. આ મંદિર સ્વચ્છ અને ફૂલગુલાબી રંગના મકરાણું (આરસ)નું બનેલું, બહુ સુંદર કારીગરીવાળું ભવ્ય અને મને હર છે. મૂળ ગભારે, ગૂઢમંડપ, નવચોકી, ભમતીને વિશાળ કેટ, તેના મુખ્ય દરવાજાની બંને બાજુએ મકરાણાથી બનેલી ૬ સુંદર દેરીઓ અને ઊંચા શિખરથી યુક્ત છે. આ મંદિર નકશીમાં આબૂ પરના દેલવાડાનાં મંદિરે જેવું જ છે, બલ્ક આબૂનાં જૈન મંદિરના શિખરે સાદાં અને બેઠા ઘાટનાં છે, જ્યારે આ મંદિરનું શિખર ઘણું ઊંચું અને ઠેઠ અમલસાર તથા કલશ સુધી સુંદર કારણથી ભરપૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy