________________
અભિપ્રાય.
૬ ૩૭ :
સેવેલ પરિશ્રમ માટે મુનિશ્રી જયંતવિજયજીને ધન્યવાદ આપીએ છીએ. કિંમત રૂા. રા રાખવામાં આવેલ છે તે વધારે પડતી નથી. કેમકે ફેટા અને ફોટાના બ્લેકોના થએલ ખરચના હિસાબે કિંમત વ્યાજબી લાગે છે.
“ સમયધર્મ ” તા. ૧૨-૮-૩૪
(સોનગઢ) ( ૩ ). આબુ-ભાગ પહેલે. લેખક શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજ્યજી . મહારાજ. પ્રકાશક શ્રીવિજયધર્મસૂરિજી જૈન ગ્રંથમાળા, છટા શરાફા, ઉજ્જૈન (માળવા). મૂલ્ય ૨-૮-૦ અઢી રૂપિયા.
આબુ એ જૈન સમાજમાં જ નહિ પરંતુ સમસ્ત હિન્દુ સમાજમાં યાત્રાનું તેમજ હવાખાવાનું સ્થળ મનાય છે. અનેક પ્રવાસીઓ ત્યાં જાય છે, અને જગત ભરમાં શિલ્પકળામાં અજોડ એવા દેલવાડાનાં મંદિરના દર્શન કરી ઘડીભર આશ્ચર્યમુગ્ધ બની જાય છે. આ બધાં મંદિર ઉપરાંત ત્યના ઇતિહાસની જનતાને ખૂબ આવશ્યકતા હતી અને એ આવશ્યકતાને આબુથે પૂરી પાડી છે. આમાં પ્રત્યેક દર્શનીય સ્થળે વગેરેના ૭૫ ફોટાઓ આપવામાં આવ્યા છે, અને દેલવાડા, એરીઆ, અચલગઢ, આબુ, આબુરેડ આબુ કેંપ, અણદરા, વગેરે સ્થળનું બહુ અચ્છી રીતે વર્ણન આપવામાં આવ્યું છે, સાથે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનો ઉપધાત પણ આબુ માટે ખૂબ પ્રકાશ પાડે છે, આમ દરેક રીતે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. | મુનિશ્રીએ આ ગ્રંથ લખી ઇતિહાસપ્રેમીઓને ખૂબ સામગ્રી પૂરી પાડી છે, એ બદલ તેઓશ્રીને ધન્યવાદ ઘટે છે. અમે આ પુસ્તક દરેકને સંગ્રહવાન ભલામણ કરીએ છીએ.
તરૂણ જેન.” તા. ૧-૭-૩૪.
મુંબઈ. ( ૩૧ ) આબૂ (સચિત્ર આબૂવર્ણન )-ભાગ પહેલે. લેખક અને સંપાદક મુનિરાજ શ્રી જયંતવિજયજી. પ્રકાશક શ્રી. વિજયધર્મસૂરિગ્રંથમાળા ઉજૈન .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org