________________
અચલગઢના લેખ.
૫૧૫
પસાદેના પુત્રો ૧ શા. રાઉત, ૨ શા. લખમણ, ૩ શા. કર્મચંદ, ઇશા. હિચંદ. તેમાંના શા. રાઉતની ભાર્યા ૧ સાહિબકે ૨ નાપૂગના પુત્રો ૧ શાહ ધર્મા, ૨ હાસા, ૩ ધનરાજ. ઉપર્યુક્ત શાહ લખમણની ભાર્યા લખમાદેના પુત્રો ૧ શાહ ભીમજી, ૨ શા. હરિચંદ. ઉપર્યુક્ત શાહ કર્મચંદની ભાર્યા અજાબદે. આ કુટુંબની ભિન્ન ભિન્ન વ્યક્તિઓએ આ પાંચ જિનમૂત્તિઓ ભરાવી છે અને તેની; તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિજીના પટ્ટધર શ્રીવિજયસેનસૂરિજીના પટ્ટધર શ્રીવિજયતિકસૂરિજીના પટ્ટધર (અને પંડિત માનવિજય ગણીના શિષ્ય ઉપાધ્યાય શ્રીઅમૃતવિજય ગણી આદિ પરિવારથી યુક્ત એવા) શ્રીવિજયાણંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ પાંચે લેખમાં વિશેષ હકીકત આ પ્રમાણે છે –
લે. ૪૭૬ શા. લખમણની ભાર્યા લખમાદેના પુત્ર શાહ હરિચંદ્ર શ્રી આદિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૭૬)
લે. ૪૭૭ શા. રાઉતની ભાર્યા ૧ સાહિબદે, ૨ નાપૂગના પુત્ર ...ધનરાજના પુત્ર શ્રીકુંથુનાથ ભટ નું બિંબ ભરાવ્યું. (૭૭)
લે. ૪૭૮ શા. રાઉતે શ્રી પાર્શ્વનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૭૮).
લે. ક૭૯ શાહ લખમણે શ્રી શાંતિનાથ ભટ નું બિંબ ભરાવ્યું. (૪૭૯)
લે. ૪૮૦ શાહ કર્મચંદની ભાયી અજબદેએ શ્રી નેમિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૮૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org