________________
૪૮૫
પિત્તલહરના લેખો.
૪૮૫ શ્રીસુવિધિનાથ ભગવાનના મંદિરોના તથા દેરીઓના લેખે
(૪૩૨, ૪૩૪, ૪૩૫ ) આ ત્રણે લેખ, શ્રી સુવિધિનાથજીના શિખરબંધી મંદિરમાં ત્રણે દિશાઓમાં મૂળનાયકજી તરીકે વિરાજમાન શ્રી સુવિધિનાથજી, શ્રી સંભવનાથજી અને શ્રી ધર્મનાથજી ભગવાનની મૂર્તિઓની બેઠકની બન્ને બાજુએ તથા પાછળના ભાગમાં દેલા હોઈ તે દરેકનો વચ્ચે વચ્ચેનો ભાગ વાંચી શકાયું નથી. છતાં તેમને કેટલેક ભાગ ત્રણે લેખમાંથી અરસપરસ બેસત થઈ શકે છે તે પણ કંઇક તે અપૂર્ણતા રહી ગઈ હોય તેમ લાગે છે.
આ શ્રી સુવિધિનાથજી ભ. નું મંદિર (ગભારો) કોણે બંધા?—તે ચક્કસ જાણવામાં આવ્યું નથી. (ભીમા શાહે બંધાવ્યાનું તે જરા પણ સંભવતું નથી.) પરંતુ આ ગભારાની અંદર ત્રણે બાજુમાંના મૂળનાયકજીના સ્થાને વિરાજમાન કરેલી ત્રણે મૂર્તિઓ સ્તંભતીર્થ નિવાસી શાહ ડુંગરે કરાવેલ હોવાથી કદાચ આ ગભારે એણે જ બંધાવ્ય હેય, એમ અનુમાન થઈ શકે છે. શાહ ડુંગરે આ ગભારામાં ફક્ત ત્રણ જ મૂર્તિઓ પધરાવેલી છે. બાકીની મૂર્તિઓ પાછળથી ભિન્ન ભિન્ન શ્રાવકેએ અહીં પધરાવી હોય અથવા બીજે સ્થળેથી લાવીને અહીં પધરાવવામાં આવી હોય એમ જણાય છે.
આ મંદિર ( ગભારા ) ને હાલમાં લેકે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર કહે છે. પણ વાસ્તવિક રીતે આ શ્રી સુવિધિનાથ ભ, નું મદિર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org