________________
પિત્તલહરના લેખે.
૪૮૩
સં. ૧૯૪૨ ના જેઠ શુદિ ૮ ને દિવસે, આ મંદિરમાં કોઈ નવી પ્રતિમા દાખલ કરી હોય અથવા તે મૂળનાયકજી વગેરે ધાતુની મૂત્તિઓને મશાલાથી ઘસી–ધોઈને સાફ કરી હોય તેમ લાગે છે.
નવચેકીઓમાંના લેખે.
(૪૨૮-૨૯) આ બન્ને લેખે, નવચેકીઓમાંના અનુક્રમે ડાબી તથા જમણી બાજુના શેખલાના છજાપર ખોદાયેલા વિ. સં. ૧૫૩૧ ના જેઠ શુદિ ૩ ગુરુવારને પુનર્વસુનક્ષત્રના માળવાદેશના ભિન્ન ભિન્ન ગામના શ્રાવકેના છે. બન્ને લેખમાં, પ્રતિષ્ઠા કરનાર તરીકે, તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિજીનું નામ છે. તેમના સમુદાયના સાધુ કૃતવીર ગણિએ કદાચ લેખ લખી આપ્યા હશે. બન્ને લેખેમાંની વિશેષ હકીકત આ પ્રમાણે છે.
લે. ૪૨૮ માળવાદેશના જવાસિઆ ગામના વાસી પિરવાડજ્ઞાતીય શાહ સરવણની ભાર્યા પદ્મીના પ્રથમ પુત્ર ભુંભચની ભાર્યા પદ્દ, દ્વિતીય પુત્ર શાહ સૂદાની ભાર્યા રમાઈના પુત્રે ૧ તાંબા, ૨ સહજા, ૩ પાલ્લા. તૃતીય પુત્ર મદાની ભાર્યા ૧ નાઈ, ૨ જઈતૂ. ચતુર્થ પુત્ર હંસાની ભાર્યા હાલૂ ઈત્યાદિ કુટુંબથી યુક્ત ઉપર્યુક્ત શાહ સૂદા અને મદાએ પિતાની માતા શ્રાવિકા પચીના શ્રેય માટે શ્રી આબ ઉપર શાહ ભીમસિંહના મંદિરમાંની નવચેકીઓમાં ગોખલારૂપે દેવકુલિકા-દેરી કરાવી અને તેમાં શ્રીસુમતિનાથ ભ. નું બિંબ ભરાવ્યું. (૪૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org