________________
લૂણવસહીના લેખે
૪૫૧ પ્રશસ્તિમાં એમ પણ જણાવ્યું છે કે–જિનચંદ્રના પુત્રોમાંથી વરધવલ અને ભીમદેવે શ્રી દેવેન્દ્રસૂરિની પાસે દીક્ષા લીધી હતી. દેવચંદ્ર તીર્થયાત્રા માટે સંઘ કાઢી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. લાહડે પણ જિનપ્રતિમા ભરાવવામાં અને પુસ્તકો લખાવવામાં પુષ્કળ ધન ખસ્યું હતું. પેઢા અને ગેસલ બને ભાઈઓએ શત્રુંજય અને ગિરનાર આદિ તીર્થોની યાત્રા માટે મહેટા સંઘે કાઢયા હતા. આવી રીતે એ કુટુંબે અનેક ધર્મકૃત્ય કરી સ્વદ્રવ્યનું ફળ ભેગવ્યું હતું. મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબ આવી રીતે દેવકુલિકા અને જિનમૂર્તિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબમાં પરસ્પર કઈ કૌટુંબિકસંબંધ કે સઘન સ્નેહસંબંધ હોવું જોઈએ. કારણ કે તેજપાળને આ આદર્શ મંદિર બનાવવામાં પિતાના સંબંધિએ કે સ્નેહિઓનું સ્મરણ શાશ્વતરૂપે રાખવાને જ મુખ્ય ઉદ્દેશ હતે.
(૩૪૮–૩૪૯) આ બન્ને લેખે એક જ ધણના, એક જ સંવત્-મિતિના અને બરાબર સરખી જ હકીકત વાળા છે. ફક્ત પહેલામાં શ્રીમહાવીરસ્વામીની સેવા કરવાનું અને બીજામાં શ્રી આદિનાથ ભગવાનની સેવા કરવાનું લખ્યું છે. તે બન્ને લેખને સારાંશ આ પ્રમાણે છે –
સંવત ૧૩૮૪ ના ચૈત્ર શુદિ ૩ ને જોમવારે, ઊંબરઉદ્રા ગામનિવાસી વ્યાપારી અજયસિંહની ભાર્યા આલ્હણદેના પુત્ર અભયચંદ્રની ભાર્યા નામના પુત્ર મંત્રી મલયસિંહની ભાર્યા માણેકે પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભ. અને શ્રીમહાવીરસ્વામી, એમ બે બિંબ ૩૮ મી દેરીમાં પધરાવ્યાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org