________________
૪૪૮
અવલોકન.
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ના બીજા ભાગના અવલોકનમાં લખવા મુજબ ડૉ. પીટર્સનના ત્રીજા રીપોર્ટના પૃષ્ઠ ૬૦ અને ૭૩ માં આ વંશ સંબંધી બે પ્રશસ્તિઓ પ્રગટ થઈ છે. તેમાંની એકમાં શાહ નેમડના વંશનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તેમડ જાતિએ પલ્લીવાલ વૈશ્ય હતું. તે કેઈ કારણથી પિતાના મૂળ વતન નાગપુરને છોડી પાલણપુરમાં આવીને રહ્યો હોય એમ બીજી પ્રશસ્તિના ઉલ્લેખ ઉપરથી જણાય છે. એનાં સંતાને “તપાગચ્છ” બિરુદ પ્રાપ્ત કરનાર શ્રીજગશ્ચંદ્રસૂરિના શિષ્ય શ્રીદેવેંદ્રસૂરિ, શ્રીવિજયચંદ્રસૂરિ અને શ્રીદેવભદ્રગણી, એ ત્રિપુટીના અનુરાગી હતા. એમના ઉપદેશથી નેમડના સંતાનેમાંથી ઘણાઓએ જુદાં જુદાં અનેક ધર્મકાર્યો કર્યાં હતાં. એ પ્રશસ્તિ તથા પ્રસ્તુત લેખમાંથી નેમડની વંશાવળી આ પ્રમાણે બને છે.
જમણી બાજુમાં શ્રી શીતલનાથજીની મૂર્તિની સં. ૧૯૮૪ ના જેઠ શુદિ ૫ ને દિવસે પ્રતિષ્ઠા થઇ છે. ધર્મશાળા બની છે. કારખાનું છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. યાત્રા કરવા લાયક તીર્થ છે.-સંપાદક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org