________________
૪૪૨
અવલોકન. ૬ એ જ (શ્રી ગિરનાર) તીર્થમાં મહામાત્ય વસ્તુપાલે બંધાવેલા શ્રી આદિનાથ ભ. ની આગળના મંડપમાં એક ગોખલે અને શ્રીનેમિનાથ ભ.નું બિંબ ૧.
૭ શ્રી અબુદાચલ (આબુ) તીર્થમાં શ્રી નેમિનાથજીના મંદિરની ભમતીમાં છ જિન–બિંબથી યુક્ત દેવકુલિકા ૨.
૮ શ્રી જાવાલિપુર ના શ્રી પાર્શ્વનાથ ભ. ના મંદિરની ભમતીમાં શ્રી આદિનાથ ભ. ના બિંબથી યુક્ત દેવકુલિકા ૧.
૯ શ્રીતારણગઢ (તારંગા તીર્થ )નામ શ્રી અજિતનાથ ભ.
* જોધપુર (મારવાડ ) રાજ્યમાં આવેલું “ જાલોર ' શહેર, પહેલાં “ જાવાલિપુર ' નામથી પ્રસિદ્ધ હતું.
+ “ શ્રી પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” ભાગ બીજાના અવલોકનના પૃષ્ઠ ૧૧૯ માં તારંગાજીની કુટનેટમાં તેના સંપાદકે; “ તારંગામાં, મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ બે હેટા ગોખલાઓ જે બનેલા છે, અને જેમાં હાલમાં યક્ષ-યક્ષિણીઓની મૂર્તિઓ સ્થાપના કરેલી છે, તેના માટે આ ઉલ્લેખ છે. ' એમ લખ્યું છે, પણ તે બરાબર નથી. ઉકત બને ગોખલાઓ મહામાત્ય વસ્તુપાલે કરાવ્યા છે, તે બરાબર છે. પણ આ બને ગેખલાઓ, આ મંદિરના સભામંડપની બહારની છ ચેકીઓમાં બનેલા છે, જ્યારે આ પ્રસ્તુત લેખમાં તે ઉકત મંદિરના ગૂઢ મંડપમાં ( ગર્ભાગાર-મૂળ ગભારાની પછીના મંડપમાં ) શ્રી આદિનાથ ભગવાનનું એક બિંબ અને એક ગોખલો કરાવ્યાનું લખ્યું છે. માટે ઉપરના ગોખલાઓને આની સાથે કંઇ પણ સંબંધ નથી. આગળ કહેવામાં આવ્યું છે તેમ આ પ્રસ્તુત લેખમાં ગણાવેલાં કાર્યો, મહામાત્ય વસ્તુપાલ-તેજપાલનાં નહીં, પણ વરહુડીયા વંશના શાહ તેમના કુટુંબના માણસનાં છે.
મહામાત્ય વસ્તુપાલે બંધાવેલા ઉક્ત બને ગોખલાઓમાં આદિનાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org