________________
૪૩૪
અવલોકન, વદિ ૪, ૨-૩ જન્મ તથા દીક્ષા ચૈત્ર વદિ ૮, ૪ કેવલજ્ઞાન છે. વરિ ૧૧, ૫ મેક્ષ માઘ વદિ ૧૩.
(૩૪૩). સંવત્ ૧૨૮૭ના ચૈત્ર વદિ ૭ ને દિવસે, શ્રીઅર્બુદાચલ તીર્થ માં, પિરવાડજ્ઞાતીય મહામાત્ય તેજપાલે કરાવેલા શ્રીલૂણસિંહવસહિકા નામક શ્રી નેમિનાથ ભ. ના મંદિરની ભમતીમાં, શ્રીમાલજ્ઞાતીય શેઠ ચાંદાના પુત્ર શેઠ ભેજાના પુત્ર શેઠ ખેતલે પિતાની માતા શેઠાણી જાસૂના શ્રેય માટે શ્રી અજિતનાથ ભટ ની મૂર્તિ ભરાવી. (કદાચ આ ૩૭ મી દેરી પણ એમણે જ કરાવી હશે.)
(૩૪૪) શ્રી અજિતનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક – પવન ૧૦ શુદિ ૧૩, ૨ જન્મ માઘ શુદિ ૮, ૩ દીક્ષા માઘ શુદિ ૯, ૪ કેવલજ્ઞાન પિષ સુદિ ૧૧, ૫ મેક્ષ ચૈત્ર શુદિ પ. (૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૧, ૩૫૨, ૩૨૩, ૩૫૪, ૩૫૫, ૩૫૬) - આ દસે લેખે નાગપુર (નાગર ) નિવાસી, વરહુડીયા વંશના શેઠ નેસડના એક જ કુટુંબના છે. તેમણે અહીં બે દેવકુલિકા કરાવી છે. તેમાંની એક (લે. ૩૫૦ વાળી ૩૮ મી) દેરી શા.નેમાના પુત્ર શા. સહદેવે, અને બીજી (લે. ૩૫૫ વાળી ૩૯ મી) દેરી શા. નેમાના પુત્ર શા. રાહડના પુત્ર શા. લાહડે કરાવી છે. આ બન્ને દેવકુલિકાઓના દરરાજા ઉપર આ દેરીઓ કરાવ્યા સંબંધીના ઉકત અને લેખો વિ. સં. ૧૨૯૧ ના માગશર માસમાં ખાડાયેલા છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org