________________
૪૨૫
લુણવસહીના લેખે.
(૨૯૦) - શ્રી ઋષભદેવ ભગવાનનાં પાંચ કલ્યાણકો-૧ ચ્યવન અષાડ વદિ ૪, ૨-૩ જન્મ અને દીક્ષા ચિત્ર વદિ ૮, ૪ કેવલજ્ઞાન માગશર વદિ ૧૦, ૫ મેક્ષ ફા. વદિ ૧૧.
(૨૨) સંવત્ ૧૨૮૭ ના ચિત્ર વદિ ૩ ને દિવસે શ્રી અર્બુદાચલ તીર્થમાં મહામાત્ય શ્રીતેજપાલે કરાવેલા શ્રીનેમિનાથ દેવના મંદિરમાં ધોળકાનિવાસી શ્રીશ્રીમાલજ્ઞાતીય ઠાકર (જાગીદાર) વીરચંદ્રના પુત્ર મંત્રી રતનસિંહના પુત્ર દેસી ઠાં પદમસિંહે પિતાના પિતા મંત્રી રતનસિંહ, પિતાની માતા નેના, પોતાના ભાઈ મંત્રી વિજા અને પુત્રી કુમારદેવી, એ બધાના શ્રેય માટે મૂળનાયક દેવ શ્રીસંભવનાથ ભગવાથી યુક્ત આ (સોળમી) દેરી કરાવી છે.
(૨૯૭) સંવત્ ૧૩૩૫ ના જેઠ સુદ ૧૪ ને શુકવારે, શ્રી નેમિનાથ ભગવાનના મંદિરમાં, આરાસણાકર (કુંભારીયા) વાસી, પિરવાડજ્ઞાતીય શેઠ નાની પરંપરામાં થયેલા શેઠ આમિગની ભાર્યા રતનીના પુત્ર તુલહારી (૧) આસદેવ, (૨) પાસડ, તેમાંના પાસડને પુત્ર શ્રીપાલ તથા તુ. આસદેવની ભાર્યા સહજૂના પુત્રો (૧) તુ. આસપાલ, (૨) ધરણિગ, (૩) ઊદા અને પુત્રીઓ (૧) સિતુ, (૨) શ્રીમતી તેમાંના તુ. આસપાલની ભાર્યા આસિણના પુત્રો (૧) લીંબદેવ, (૨) હરિપાલ. તથા ધરણિગની પહેલી ભાર્યા ધાંધલદેવા, બીજી ભાર્યા ચાંપલદેવી, ઊદાની ભાર્યા પાલણદેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org