________________
૩૯૨
અવલોકન. અનુપમદેવીના સહેદર-ભાઈઓ ઠ૦ ખીંબસિંહ, ઠ, આંબસિંહ અને ઠ૦ ઊદલ, તથા ઉપર્યુક્ત મહં. શ્રીલીલાના પુત્રો મહં. લુણસિંહ, ઠ૦ જગસિંહ અને ઠ૦ રત્નસિંહ, એ બધાના સમસ્ત કુટુંબ તથા એએની સંતાન પરંપરાએ પણ આ ધર્મસ્થાન (મંદિર) નું સ્નાત્ર, પૂજા આદિ સર્વ પ્રકારની સાર-સંભાળનું કાર્ય પિતે કરવું અને બીજાઓ પાસે કરાવવું.
શ્રીચંદ્રાવતી નગરીના સમસ્ત મહાજન અને બધાંય જિનમંદિરના ગોષ્ઠિકે-કાર્યવાહક વગેરે શ્રાવકેને સમુદાય તથા ઉંબરણી અને કીસરઉલી-કીવરલી ગામોના પિરવાડજ્ઞાતીય શેઠ રાસલ આસધર, શેઠ માણિભદ્ર આલ્હણ, શેઠ દેહણ ખીમસિંહ, શેઠ સાવડ શ્રીપાલ, શેઠ જીદા પામ્હણ, શેઠ પૂના સાલ્હા, ધરકટ જ્ઞાતિના શેઠ નેહા સાલ્વા, ધઉલિગ આસચંદ્ર, શેઠ વહદેવ સોમ, શેઠ પાસુ સાદા અને શ્રીમાલજ્ઞાતીય શેઠ પૂના સાહા વગેરે ગેષ્ઠિઓ આ બધાઓએ શ્રીનેમિનાથ દેવની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની યાત્રાના અઠ્ઠાઈ મહોત્સવમાં દેવકીય-શાસ્ત્રીય ચિત્રવદિ ૩ (ગુજરાતી ફાગણ વદિ ૩) ને દિવસે સ્નાત્ર અને પૂજા આદિ ઉત્સવ કરે.
તથા કાસહદ (કાસિદ્રા) ગામના ઓસવાલજ્ઞાતીય શે. સેહી પાહણ,શે. શલખણ વાલણ, પિરવાડજ્ઞાતીય શે. સાંતુય દેહુય, શે. ગોસલ આવ્હા, શેકેલા આંબા, શે. પાસચંદ્ર પૂનચંદ્ર, શે. જસવીર જગા, શે. બ્રહ્મદેવ રાજ્હા, શ્રીમાલીજ્ઞાતિના છે. કડુયરા કુલધર વગેરે ગોષ્ઠિકે; આ બધાઓએ ફાગણ વદિ ૪ ને દિવસે અષ્ટાલિકાના બીજા દિવસને મહત્સવ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org