________________
લૂણવસહીના લેખ.
3८७ આશીર્વાદનું પાત્ર અર્થાત તેમના શિષ્ય, જેમ સમુદ્રમાંથી મેતીએ ઉત્પન્ન થાય છે તેમ, જેમની પ્રતિભા-વિદ્વત્તારૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ મતીઓની જેવાં સુભાષિત પદ્યો અતિ શોભી રહ્યાં છે એવા શ્રીઉદયપ્રભ + નામના સૂરિ છે. ૭૧. જ્યાં સુધી પૃથ્વી તલ ઉપર આ અર્બુદગિરિ વિદ્યમાન રહે, ત્યાંસુધી આ ધર્મસ્થાનલુણસિંહવસહિકા નામનું મંદિર અને તેને કરાવનાર મંત્રી તેજપાલ, એ બનેવાનાં ઉદયવંતા રહો. ૭૨. અણહિલપુર પાટણના “ પુસુચનઃ સવિતાંgિયુ ચર્ચા ” આવી વ્યુત્પત્તિ પ્રમાણે સોલંકી મહારાજાઓ જેનાં ચરણ-કમળાની સેવા કરે છે, એ તેમને પુરોહિત શ્રી રમેશ્વરદેવ અને “ પુસુચનાવાનાં વિતરિપુ ચેન” આવી વ્યુત્પત્તિ પ્રમાણે સોલંકી મહારાજા ભીમદેવ (બીજા)ના ચરણ-કમળોની જેણે સેવા કરી છે, એ તેમને
+ આ આચાર્ય શ્રીઉદયપ્રભસૂરિ. બહુ સારા વિદ્વાન હતા. મહામાત્ય વસ્તુપાલે તેમની વિદ્વતાથી ખુશી થઈને તેમને આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા હતા-સૂરિપદ અપાવ્યું હતું. તેમણે “ સુકૃતકીર્તિ કલ્લોલિની કાવ્ય ” તથા ૧૬ સર્ગવાળું “ ધર્માલ્યુદય મહાકાવ્ય ” ( અપર નામ સંઘાધિપતિ ચરિત મહાકાવ્ય ) રચેલ છે. આ બન્નેમાં મહામાત્ય વસ્તુપાલતેજપાલનાં સત્કાર્યોનું, તેમણે સંઘ કાઢેલા તેનું અને તેના વંશનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તે સિવાય તેમણે “ આરંભસિદ્ધિ ' ( તિષ )
સંસ્કૃત નેમિનાથ ચરિત ” વગેરે ગ્રંથે રયા છે, અને “ પડશીતિ ” તથા “ કર્મસ્તવ ” એ બે કર્મગ્રંથપર ટિપણ રચ્યું છે, તેમજ ધર્મદાસ ગણીની “ ઉપદેશમાલા” પર “ઉપદેશમાલા કણિકા' નામની ટીકા (ધૂળકામાં વિ. સં. ૧૨૯૯ માં ) રચેલ છે. “ સ્યાદાદમંજરી ના કર્તા શ્રીમલિષેણસૂરિજી, આમના ( શ્રીઉદયપ્રભસૂરિજીના ) શિષ્ય થતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org