________________
અવલેાકન.
તા તે કદાચ ગણી શકે. ૬૭. જેની સંતતિ-પુત્ર-પુત્રીઓ, હમેશાં સારું કામ કરવાનું અને ઉપકાર કરવાનું જ જાણે છે, તે અશ્ર્વરાજની શાશ્ર્વતી કીત્તિ સર્વ સ્થાને પ્રસરે. ૬૮.
૩૮
પછીનાં ત્રણ પદ્યોમાં આ મંદિરની પ્રતિષ્ઠા કરનાર સૂરિના વંશનું વર્ણન કરતાં તેમાં જણાવવામાં આવ્યું છે કે-શ્રીમાન્ ચંડપના અને તેના વંશજોના ગુરુ, શ્રીનાગેન્દ્રગચ્છરૂપી લક્ષ્મીદેવીના મુગટ સમાન અને જેને મહિમા વિના પ્રયાસે પણ પ્રસિદ્ધિને પામેલા છે એવા શ્રીમહેન્દ્રસૂરિ નામના આચાર્ય થઈ ગયા. તેમના પટ્ટધર, આશ્ચર્ય પમાડે એવા મનોહર ચારિત્ર વાળા શ્રીશાંતિસૂરિજી અને તેમના પટ્ટધર તરીકે સૂર્ય તથા ચંદ્રની સમાન તેજસ્વી કાંતિવાળા આનંદસૂરિ અને અમરસૂરિ થયા. ૬૯. તે સૂરિયુગલના પટ્ટધર, શ્રીજૈનશાસનરૂપી વન-બગીચાને પ્રફુલ્લિત કરવા માટે નવા મેઘ સમાન અને તમામ પાપને હરણુ કરનારા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી થયા અને તેમના પટ્ટધર, વિદ્યાના મદથી—અભિમાનથી વૃદ્ધિ પામેલા રાગોને મટાડવા માટે—તેના નાશ કરવા માટે નિર્દોષ વૈદ્ય જેવા તથા અતિ પ્રસિદ્ધિને પામેલા શ્રીમાન્ આ શ્રીવિજયસેનસૂરીશ્વરજી થયા. ૭૦. તે શ્રીવિજયસેનસૂરિના
X પ્રાચીન જૈન લેખ સંગ્રહ ” બીજા ભાગના અવલેાકન પૃષ્ઠ ૧૧૧ તથા ૧૧૪ માં નાગેન્દ્રગચ્છના શ્રીમાન શાંતિસૂરિના પટ્ટધર શ્રીઆનદસૂરિ અને તેમના ( પટ્ટધર ) શ્રીઅમરસૂરિ થયા, " એમ લખ્યુ છે, પરંતુ શ્રીઆન ંદસૂરિ અને શ્રીઅમરસૂરિ એ બન્ને શ્રીમાન શાંતિસૂરિના યુગ્મરૂપે પટ્ટધર હતા, એ વાત આ પદ્યમાંના ‘તતોવ્યાનંદ્રામસુરિયુમમ આ વાક્યથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
Jain Education International
66
For Personal & Private Use Only
'
www.jainelibrary.org