________________
૩૮ ?
લૂણવસહીના લેખે. પામે છે. ૫૮. મંત્રી તેજપાલને જે અનુપમાદેવી નામની પત્ની અને તેને આયુષ્યમાન લાવણ્યસિંહ નામનો પુત્ર છે; તે બને સ્ત્રી–પુત્ર (અનુપમાદેવી અને લારણ્યસિંહ) ના કલ્યાણને માટે મહામાત્ય તેજપાલે અબુદાચલ ઉપર શ્રી નેમિનાથ ભગવાનનું આ મનહર મંદિર બંધાવ્યું. ૫૯-૬૦,
ત્યારપછી ૬૧ થી ૬૪ સુધીનાં કાવ્યોમાં મંત્રી તેજપાલે બંધાવેલા આ મંદિરનું વર્ણન કરતાં કવિ કહે છે કે–ગુજરાતના મહારાજાના મંત્રી તેજપાલે, શંખની જેવી ઉજજવલ અને અતિ શોભાયમાન એવા આરસ પત્થરની શિલાઓની પંકિતઓથી શ્રી નેમિનાથ ભગવાનનું ચંદ્ર અને કુંદ (મોગરાના પુષ્પ)ના જેવું ઉજવલ–મનોહર મંદિર બંધાવ્યું, કે જે મંદિરના અગ્ર ભાગમાંસમુખ ભાગમાં ઘણે ઉંચે સભા મંડપ, આસપાસ ચારે બાજુમાં બાવન જિનાલય–દેવકુલિકાઓ + અને પ્રવેશદ્વાર ઉપર
+ યદ્યપિ આ મંદિરની ત્રણે બાજુ માં થઈને બન્ને બાજુના બે ગભારા અને અંબિકાદેવીની દેરીને પણ સાથે ગણતાં તથા જે જે દેરીઓ બબ્બે બારણાવાળી છે તેને બબ્બે ગણવા છતાં પણ કુલ ૪૮ દેવકુલિકાઓ અને એક ખાલી ઓરડી છે. ( મંદિરની પાછળ તે હસ્તિશાળી છે.) તે પણ આવી રીતે મંદિરની ચારે બાજુમાં જે દેવકુલિકાઓ બનાવવામાં આવે છે, તે શ્રીનંદીશ્વર દીપનાં બાવન જિનાલયોની સ્થાપના તરીકે બનાવવામાં આવતી હોવાથી તેમાં જગ્યાના અથવા સગવડના પ્રમાણમાં દેરીઓ ઓછી વધતી બનાવેલી હોય તે પણ તેને બાવન જિનાલય કહેવાનો રીવાજ હાઈ એ જ હિસાબે આ પ્રશસ્તિમાં પણ
બાવન જિનાલય' લખેલું હશે, અથવા તો પહેલાં બાવન દેરીઓ બનાવવાને વિચાર હશે તેથી મૂળ મંદિરની પ્રતિષ્ઠા વખતે પ્રશસ્તિ ખોદાવતાં તેમાં
એ બારણાવાળી છે તેવી છે. મંદિરની
પાલિકાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org