________________
૩૮૦
અવલોકન.
જેની સ્તુતિ કરવા લાયક કીર્તિની લહએ પૃથ્વીતલને ઉજજવલ
પતિવ્રતા પત્ની અનુપમાદેવી આ જ નગરીના રહેવાસી પિરવાડ મહાજન ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કહેવાય છે કે, જ્યારે જ્યારે મુસલમાનોની સેનાઓ આ રસ્તે થઈને નિકળતી ત્યારે ત્યારે આ વૈભવશાલિની નગરીને લૂંટવામાં આવતી હતી. આવી વિપત્તિના લીધે આખરે આ નગરી સર્વથા ઉજજડ થઈ ગઈ અને અહીંના રહેવાસીઓ પ્રાયઃકરીને ગુજરાતમાં જઇ વસ્યા. અહીં આરસપહાણનાં બનેલાં ઘણાં મંદિરે હતાં જેમાંના કેટલાએકનાં ઠાર, તરણે, અને મૂર્તિઓ આદિ ઉપકરણે ઉખાડી ઉખાડી લેકાએ દૂર દૂર સુધીના બીજા ગામોના મંદિરોમાં લગાડી દીધાં, અને જે બાકી રહ્યાં હતાં તે રાજપૂતાના માલવા રેલ્વેના કંટ્રાકટરોએ તોડી નાંખ્યાં. ઇ. સ. ૧૮૨૨ ( વિ. સં. ૧૮૭૮ ) માં
રાજસ્થાન ” નામક પ્રસિદ્ધ ઇતિહાસના લેખક કર્નલ ટોડ સાહેબ અહીં આવ્યા હતા. તેમણે પિતાના “ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઇન્ડીઆ” નામના પુસ્તકમાં અહીંનાં બચેલાં કેટલાંક મંદિરાદિકનાં ચિત્રો આપ્યાં છે, જેમનાથી તેમની કારીગરી અને સુન્દરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈ. સ. ૧૮૨૪ (વિ. સં. ૧૮૮૧ ) માં સર ચાર્લ્સ કવિલ સાહેબ પિતાના મિત્રો સાથે અહિં આવ્યા ત્યારે આરસપહાણનાં બનેલાં ૨૦ મંદિરે અત્રે ઉભાં હતાં, જેમની પ્રશંસા એ સાહેબે કરી છે. વર્તમાનમાં આ જગ્યાએ એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. એક વૃદ્ધ રાજપૂતે વિ. સં. ૧૯૪૪ માં મહને અહીંનાં મંદિરની બાબતમાં કહ્યું હતું કે “ રેલ્વે (રાજપૂતાના માલવા રેલ્વે) થવાની પહેલાં તે આ ઠેકાણે અનેક આરસનાં બનેલાં મંદિરે વિદ્યમાન હતાં પરંતુ જયારે રેલવેના કંટ્રાકટરેએ અહીંના છુટા પડેલા પત્થરે લઈ જવા માટે કંટ્રાકટ લીધે ત્યારે તેમણે તે ઉભાં રહેલાં મંદિરોને પણ તેડી પાડી, તેમના પત્થરો લઈ ગયા. આ વાતની જ્યારે રાજ્યને ખબર પડી ત્યારે તેમને તે ૫થર લઈ જતા બંધ કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org