________________
લૂણવસહીના લેખે.
૩૭૯ અર્થાત્ ઉપર્યુકત બધા મંત્રિઓ કરતાં પણ મંત્રી તેજપાલ અધિક ગુણવાન છે. ૪૮. તેજપાલ-તેજનું પાલન કરનાર, આવું નામહેવાથી, દુનિયામાં અગાઉના બળવાન લેકએ બાંધેલી સ્થિતિ–મર્યાદાને પાળતે એ તેજપાલ નામને વસ્તુપાલને નાને ભાઈ, સંસારના બધા પ્રાણિઓના કલ્યાણના સ્થાનભૂત છે, કે આશ્ચર્યના સ્થાન
સ્વરૂપ જે તેજપાલને જોઈને (નીતિસાર ગ્રંથના કર્તા) કામદકિ પિતાના ગુણસમૂહને તુચ્છ માને છે, તથા ચાણક્ય પણ માણસના હૃદયમાં ચમત્કાર ઉત્પન્ન કરી શકતો નથી. ૪૯.
પ૦ થી પ૭ સુધીના કાવ્યમાં મંત્રી તેજપાલની પત્નીશ્રી અનુપમદેવીના પિતૃવંશનું, અનુપમદેવીનું તથા તેના પુત્ર લાવણ્યસિંહ-લૂણસિંહનું વર્ણન કરતાં પ્રશસ્તિકાર પુરોહિત કહે છે કેપિરવાલ વંશના આભૂષણ સ્વરૂપ માણસોમાં પણ ઉત્તમ મુગટ સમાન, શ્રી ચંદ્રાવતી * નામની મેટી નગરીના રહેવાસી, અને
ૐ ચંદ્રાવતી, પરમારોની રાજધાની હતી. તે એક સૌદર્યપૂર્ણ અને વૈભવશાલિની નગરી હતી. તે આજે સર્વથા નષ્ટ થઈ ગઈ છે. માત્ર કેટલાક ઐતિહાસિક પ્રબંધ-લેખો સિવાય તેનું નામ પણ આજે
અસ્તિત્વમાં નથી. એના વિષયમાં પં. ગૌરીશંકર ઓઝા, પિતાના સિરોહી રાગ્ય દા તિહાસ નામક પુસ્તકના પૃષ્ઠ ૪૧-૪રમાં આ પ્રમાણે જણાવે છે:
ચંદ્રાવતી-આબુરેડ સ્ટેશનથી લગભગ ૪ માઈલ દક્ષિણે દૂર દૂર સુધી ચંદ્રાવતી નામક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખંડેરે નજરે પડે છે. આ નગરી પહેલાં પરમારની રાજધાની હતી અને બહુ જ સમૃદ્ધિશાલિની હતી. એ વાતની સાક્ષી, આ સ્થાને જે અનેક ભગ્ન મંદિરોનાં ચિહે તથા ઠેકાણે ઠેકાણે પડી રહેલા આરસપહાણના ઢગલાઓ છે, તે સ્પષ્ટ રીતે આપી રહ્યાં છે. મંત્રી તેજપાલની ધર્મપરાયણ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org