________________
વિમલવસહીના લેખા.
ઉક્ત ત્રણે જિનમદિરાના કાર્ય વાહકા પાસેથી અથવા તેના યાત્રીઓ પાસેથી એક પૈસા પણ ન લેવા, એમ ઠરાવ્યું. આ વિધિ માટે શ્રીઅચલેશ્વર શ્રીવશિષ્ઠ, શ્રીઅર્બુદા દેવી અને શ્રીશ્રીમાતા—કન્યા કુમારીના મઠપતિએ-મહ તા શાક્ષી છે, તથા દેવડા રાજધર ચુડા પણ શાક્ષી છે. મતલબ કે ઉક્ત મઠપતિની રૂબરૂમાં અને રાજધર દેવડા ચુંડાની પણ રૂબરૂમાં તેના ( દે. ચુંડાના ) હુકમથી આ લખાયું છે અને તપાગચ્છીય શ્રીસોમસુ ંદરસૂરિજીના શિષ્ય પ સત્યસાર ગણિએ + આ લખ્યુ છે.
( ૨૪૯ )
ઉપરની ચાર સુરહીએની પાસે, મહાસતીની ભુજાવાળા એક પત્થર છે. તેના મથાળે સૂર્ય અને ચંદ્ર કાતરેલ છે. તેની નીચે એ ખંડ–વિભાગ પાડયા છે. તેમાંના ઉપરના ખંડમાં કોઇ મહાસતીની ચૂડલાવાળી એક ભુજા કેાતરેલી છે, તેની નીચેના ખંડમાં હાથ જોડીને ઉભેલ સ્ત્રી-પુરુષના યુગલરૂપ મૂત્તિ કાતરેલી છે. તેની નીચે ટુંકા લેખ છે. પણ તેના શરુઆતના ઘેાડાક અક્ષરો ઘસાઇ ગયા છે તેથી તે મહાસતીનું નામ જાણી શકાયું નથી. ઘેાડા અક્ષરે વંચાય છે, તેનાથી જણાય છે કે—સ’. ૧૪૮૩ માં આ મહાસતીના હાથ (મૂત્તિ) સંઘવી અસુએ કરાવ્ચે.
+ આ લેખ. ૫. શ્રી સત્યરાજ ગણિએ લખી આપેલ છે, તે ઉપરથી જણાય છે કે-શ્રીમાન સામસુંદરસુરીશ્વરજીના અથવા તેમના સમુદાયના ક્રાઇ પ્રધાનમુનિરાજના ઉપદેશથી જ આ કાર્ય થયું હશે, અથવા મંત્રી નાથુ વગેરે કાઇના કહેવાથી ધાર્મિક કાય' જાણીને તેમણે લખી આપ્યું હશે.
Jain Education International
૩૫૭
For Personal & Private Use Only
www.jainelibrary.org