________________
૩૫
વિમલવસહીના લેખે. શ્રીઅબુંદગિરિ ઉપર, મહારાવ શ્રી લુંઢાએ સંસારની અસારતાને પિતાના મનમાં સમજીને–ધારણ કરીને શ્રીવિમલવસહી લૂણ વસતીમાં દેવ શ્રી આદિનાથ-નેમિનાથ પાસેથી ( ઉક્ત મંદિરના કાયવહાકો પાસેથી) (સંઘનું આગમન, કલ્યાણકાદિ પર્વોના ઉત્સવ–મહોત્સવ આદિ પ્રસંગે) જે કાંઈ કપડાં, દ્રમ્મ; ધાન્ય અને સાથવાને કળીએ, પસલી ચંદ્રાવતીના ઠાકર અને કુમારને મળતું હતું, તે બધું મહારાવ શ્રીલુંઢાજીએ રાજશ્રી વીજડબાઈ અને શ્રી નામલદેવીના શ્રેય-કલ્યાણ માટે યાવત્ ચંદ્ર-દિવાકર ( જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી અર્થાત હમેશાને માટે) આપવાલેવાની મનાઈ કરી છે. આ આજ્ઞાપત્રની નીચે ચાર કલેકે ખેલા છે. તે ઘણુ અશુદ્ધ બદેલા છે. તેમાંના પહેલા લેકને ભાવાર્થ લે. ૨૪૦ ને છેડે આપેલ છે. બાકીના ત્રણ લોકોને સારાંશ આ પ્રમાણે છે:–અમારા વંશને અથવા બીજા વંશને ભવિષ્ય કાળમાં આ આબુને જે રાજા થાય, તેને હું હાથ જોડીને કહું છું કે મારા આ દાનનું સંપૂર્ણ પણે પાલન કરવું. ૨. દેવદાયદેવદ્રવ્યને અથવા દેવને અર્પણ કરેલી ચીજોનું જે ભક્ષણ કરે છેલઈ લે છે, તેઓ વિંધ્યાચલના ભયંકર જંગલમાં સુકાઈ ગયેલાં ઝાડની કેટરોમાં રહેનારા કાળા સર્પો થાય છે. ૩. પંડિતે ઝેરને ઝેર નથી કહેતા, પણ ખરી રીતે દેવદ્રવ્યને જ ઝેર કહે છે-માને છે. કેમકે જે વિષનું ભક્ષણ કર્યું હોય તે તે ઝેર તે ભક્ષણ કરનાર એકલાને જ મારે છે; પરંતુ દેવદ્રવ્ય તે ભક્ષણ કરનારને અને તેના પુત્ર, પૌત્ર, વગેરે બધા કુટુંબીઓને પણ મારે છે. માટે ખરૂં વિષ તે દેવદ્રવ્ય જ છે. ૪. લાપાએ આ લખ્યું છે. તેમાં કઈ અક્ષર એ છે વધુ લખાણું હોય તે પણ તે પ્રમાણમાન્ય છે. રાવલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org