________________
વિમલવસહીના લેખ.
૩૪૭
૩૪૭
સુરહી” ના લેખે
સુરહી=સુરભી=ગાય. જે પત્થરને મથાળે સૂર્ય અને ચંદ્ર કેત હોય, તેની નીચે વાછડા સહિત અથવા વાછડા રહિત ગાય કોતરેલી હોય અને તેની નીચે રાજા-મહારાજા, ઠાકર, જાગીરદારે વગેરેએ ગામ-ગરાસ વગેરે અર્પણ કર્યા સંબંધીના દાનપત્રના અથવા કર-ટેકસ વગેરે માફ કર્યા સંબંધીના લેખો ખોદેલા હોય તેવા પત્થરને “સુરહી” કહેવામાં આવે છે. મારવાડ વગેરે પ્રદેશેમાં આજ કાલ તેને “સર” નામથી ઓળખવામાં આવે છે. આવા પત્થરને મથાળે સૂર્ય–ચંદ્ર તથા ગાય કે તરવાની મતલબ એ છે કે–તે દાન આપનાર–લેખ લખાવનાર પોતે જાહેર સૂચના કરે છે કે-મારૂં આ દાન અથવા આજ્ઞા, દુનિયા ઉપર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધીને માટે અર્થાત્ કાયમને માટે જ છે, અમુક જ મુદતને માટે નથી. વળી આ મારા દાનને જે માણસ પાછું ખેંચી લેશે–તેને લેપ કરશે અથવા મારી આ આજ્ઞાને ભંગ કરશે તેને ધાવતા વાછરડા સહિત ઘાસ ખાતી ગાયને માર્યા જેટલું અર્થાત્ ગૌહત્યાનું પાપ લાગશે.
મુસલમાન વગેરે જેઓ ગૌહત્યાના પાપને નથી માનતા અથવા તેને મોટું પાપ નથી ગણતા તેવાઓને માટે આવા પત્થરોમાં ગાયને બદલે ગધેડે કેતરવામાં આવે છે. આવા કેઈ કઈ પત્થરમાં તે નામને પુત્ર હતો અને તે પણ કવિ હતા. વિજયપાલનું બનાવેલું
દ્રૌપદી સ્વયંવર ” નામનું નાટક ડાં વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયું છે. તેની પ્રસ્તાવનામાં તેના સંપાદકે આ કવિના વંશનું વિસ્તૃત વર્ણન આપેલું છે. તેથી વિશેષ જાણવા ઇચ્છનારાઓએ ત્યાંથી જોઈ લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org