________________
વિમલવસહીના લેખે.
૩૪૩ લેખમાં આપવામાં આવી છે. છેલ્લા એક હાથીના પગ નીચેના લેખવાળી પટ્ટી ખંડિત થઈ ગઈ છે–નીકળી ગઈ છે. પાંચમા હાથીના પગ નીચેના લેખને પણ થડે ભાગ નષ્ટ થયેલ છે. પરંતુ બીજા હાથીઓના લેખેથી તે ભાગને પુરે કરી શકાય છે. પણ છેલ્લા હાથી નીચેના લેખને છેડે પણ ભાગ અવશિષ્ટ નહીં હોવાથી તે હાથી કેને માટે, કોણે, કયારે કરાવ્યો તે સ્પષ્ટ રીતે જાણું શકાતું નથી. છતાં તે મહામાત્ય ધનપાળે પિતાના ભાઈ, પુત્ર અથવા કઈ કુટુંબીના નામથી સં. ૧૨૩૭ માં કરાવ્યું હશે, એમ લાગે છે.
આમાંના પ્રથમના સાત હાથીઓ (૧) મહામાત્ય નીનાર, (૨) મહામાત્ય લહર, (૩) મહામાત્ય વીર, (૪) મહામાત્ય ને, (૫) મહામાત્ય ધવલક, (૬) મહામાત્ય આનંદ અને (૭) મહામાત્ય પૃથ્વીપાલ; આ સાત નામથી અર્થાત્ એને માટે મહામાત્ય પૃથ્વીપાલે સંવત્ ૧૨૦૪ ના ફાગણ શુદિ ૧૦ ને શનિવારે કરાવ્યા છે. (પિતાના કુટુંબીઓના સ્મારક તરીકે આ હસ્તિશાળા પણ એ જ સંવમાં મહામાત્ય પૃથ્વી પાસે જ કરાવી છે.) બાકીના બે એટલે આઠમે અને નવમે હાથી, ઉપર્યુક્ત મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાળે, સં. ૧૨૩૭ ના અસાડ શુદિ ૮ ને બુધવારે, પિતાના મોટા ભાઈ ઠ. જગદેવના અને પોતાના માટે કરાવેલ છે.
આ દશે હાથીઓ જેને જેને માટે કરાવવામાં આવ્યા છે, તેઓની મૂર્તિએ, તે તે હાથી ઉપર પાલખીમાં બેસાડેલી હતી તેમજ દરેક ઉપર મહાવતની બેઠેલી તથા ફક્ત આઠમા સિવાયના
* આ બધાં નામના પરિચય માટે પૃષ્ઠ ૨૭૫ નું વંશવૃક્ષ નં. ૫ જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org