________________
૩૨૦
અવકન.
(૧૬૬) સં. ૧૨૧૨ ના જેઠ વદિ ૮ ને મંગળવારે ભમતીની ૫૧ મી દેરીના મૂ. ના. ભગવાનની મૂર્તિની શ્રી કકકુંદાચાર્યજીએ પ્રતિષ્ઠા કરી.
(૧૬૭) સં. ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને સેમવારે શ્રીઅબુદગિરિ ઉપરના શ્રી વિમલવસહી મંદિરની ભમતીની બાવનમી દેરીમાં મૂ. ન. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા, શ્રી શ્રીમાલજ્ઞાતીય મંત્રી શ્રી .. ના પુત્ર મંત્રી ખેતલે, આ મંદિરને ભંગ થયા પછી જીર્ણોદ્ધાર સમયે પિતાના કલ્યાણ માટે ભરાવી.
(૧૬૮) સં. ૧૩૯૪ ના વર્ષમાં સંઘવી ઉદયરાજના પુત્ર સંઘવી ધાંધાની પુત્રી ચંચલદેવીએ પિતાના કલ્યાણ માટે ભમતીની ત્રેપનમી દેરીમાં ભૂ, ના. જી છે, તે શ્રી શીતલનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૭૦) સં. ૧૪૦૧ ના કારતક સુદિ ૮ ને શુક્રવારે શાહ પાતલની ભાર્યા પ્રેમલદેવી અને પ્રતાપદેના પુત્ર બાવડે પિતાના કલ્યાણ માટે ભમતીની ત્રેપનમી દેરીમાં મૂ. ના. જીના ડાબા હાથ તરફ છે તે શ્રીવાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની આચાર્યોએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૭૧) સં. ૧૨૨૨ ના ફાગણ શુદિ ૧૩ ને રવિવારે શ્રીકાસદગચ્છના શ્રીમાન ઉદ્યોતનાચાર્યના સંતાનીય અને આબુ નિવાસી શેઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org