________________
૩૧૮
અવલોકન.
વૈશાખ શુદિ ૧૦, (૫) મોક્ષગમન કારતક વદિ અમાવાસ્યા અને વર્ષગાંઠ અષાડ વદિ ૧૦,
(૧૫૭) સં. ૧૯૭૮ ના વૈશાખ શુદિ (કદાચ વદિ હોવું જોઇએ.) ૯ ને દિવસે શેઠ આમકુમારના પુત્ર વસાવ જગપાલની ભાર્યા જાસલદેવીએ પિતાના પુત્ર વસાવ ભીમ, જાલા જગસિંહ, જૈતાના અથવા પોતાના પતિના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર સમયે ૪૭ મી દેરીમાં મૂળ ના. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૧૫૯) સં. ૧૨૧૨ ના માહ શુદિ ૧૦ ને બુધવારે મંત્રી લલિતાંગની ભાર્યા શીતાના પુત્ર ઠ૦ પદ્ધસિંહે પિતાના મોટા ભાઈ ઠ. નરવાહનના કલ્યાણ માટે આબુ ઉપરના શ્રી વિમલવસહી મંદિરની ભમતીની અડતાલીશમી દેરીમાં મૂ. ન. શ્રી અજિતનાથ ભ. ની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા શ્રીશીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ભરતેવરાચાર્યના શિષ્ય શ્રી વૈરસ્વામી સૂરિજીએ કરી હતી.
(૧૬૦–૧૬૧ ) આ બનને લેખે સં. ૧૨૧૨ ના માહ શુદિ ૧૦ ને બુધવારના અને એક જ ધણીના છે. તે બન્નેની પ્રતિષ્ઠા પણ ઉપરના લેખમાં કહેલા શ્રી વૈરસ્વામિસૂરિજીએ જ કરેલી છે. તેને સારાંશ આ છે –
લે. ૧૦-ઠ. અમરસેનની ભાર્યા ઠ. વેજલદેવીના પુત્ર મંત્રી શ્રી જજજુકે (જાજુકે) પિતાની ભાર્યા જાસુકાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પિતાના પુત્ર ઠ. કુમારસિંહના શ્રેય માટે આબુ ઉપરના શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org