________________
૩૦૬
અવલોકન.
(૧૧૭) - સં. ૧૩૯૪ માં શાહ કરમસિના પુત્ર કુલચંદ્રના શ્રેય માટે તેના પુત્રો કેહણ અને માલાએ ભમતીની તેત્રીશમી દેરીના મૂ.ના. શ્રી કુંથુનાથ ભ. ની મૂર્તિ ભરાવી અને તેની શ્રી જિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (આ લેખમાં પ્રતિષ્ઠા કરનાર શ્રી જિનચંદ્રસૂરિજી લખ્યા છે, પણ તેમને બદલે કદાચ શ્રી જ્ઞાનચંદ્રસૂરિજી હશે, કેમકે શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ સં. ૧૩૯૪ માં આબુ ઉપર ઘણી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે.)
(૧૨) સં. ૧૩૭૮ માં ઓછત્રવાલજ્ઞાતીય (લેખમાં છત્રાસ્ટ લખ્યું છે પણ તેને બદલે કદાચ એ સવાલ હોવું જોઈએ.) શાહ સામંતના પુત્ર લાહડની ભાર્યા લક્ષ્મીના પુત્ર પુનિયા, કુસલિયા, લાખણ, ઝાંઝણ, હરદેવ અને તેજાએ પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે કરાવ્યું, (શું કરાયું –તે આ લેખમાં નથી, પણ કદાચ ભમતીની તેત્રીશમી દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અથવા તેમાં એક જિનબિંબ ભરાવ્યું હોય.) અને તેની શ્રી ધર્મષસૂરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
લે. ૧૭૩ (૧) શાહ લાહડની ભાર્યા લક્ષ્મીના કલ્યાણ માટે શાહ જાજલે ભમતીની ત્રીજી દેરીમાં એક જિનબિંબ ભરાવ્યું છે.
(૧૨૩) સં. ૧૩૭૮ માં શાહ વકના પુત્ર શાહ લખમની ભાર્યા બકાયી નામની શ્રાવિકાએ પિતાના કલ્યાણ માટે ભમતીની ચેત્રીશમી દેરીમાં શ્રી મલ્લિનાથ ભ. ની મૂર્તિ ભરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org