________________
વિમલવસહીના લેખે.
૨૯૭
સં. ૧૩૫૮ ના જેઠ શુદિ ૫ ને ગુરુવારે શેઠ જાલા, શેઠ સકુમાર, શેઠ રાજેન્દ્ર, શેઠ વિજયેન્દ્ર, દે. કર્મસિંહ વગેરે “લકાવી” સ્થાનના સમસ્ત શ્રીસંઘે શ્રીવિમલવસહીમાં ભમતીની બાવીશમી દેરીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ત્રણ તીથીના પરિકરયુક્ત મૂર્તિ ભરાવી.
(૫, ૯૮, ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૮, ૧૦૯)
આ આઠ લેખ, મહામંત્રી વિમલના મોટા ભાઈ મંત્રી નેતના પુત્ર મંત્રી ધવલના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલના અથવા તેની સાથે સંબંધ ધરાવનારા હોઈ તે બધા અહીં એક સાથે આપ્યા છે. મંત્રી ધનપાલના+ પિતા મંત્રી પૃથ્વીપાલે જેમ સં. ૧૨૦૪ થી ૧૨૦૬ સુધીમાં વિમલવસહીના કેટલાક ભાગને સુંદર જીર્ણોદ્ધાર કરાવ્યું અને હસ્તિશાળા વગેરે નવું કરાવ્યું છે, તેમ તેમના પુત્ર ધનપાલે પણ વિ. સં. ૧૨૪૫ માં જીર્ણોદ્ધાર જેવું કંઈક કરાવ્યું હોય તેમ જણાય છે. જો કે આ આઠે લેખમાં મૂર્તિ ભરાવ્યાને જ ઉલ્લેખ છે, જીર્ણોદ્ધારના અર્થને સૂચવનારો તેમાં એક પણ શબ્દ નથી. 1 + “ પ્રાચીન લેખસંગ્રહ ', અવલોકન, પૃષ્ઠ ૧૫૪ માં લખ્યું છે કે “ પ્રાગ્વાટ જ્ઞાતીય મહામાત્ય પૃથ્વીપાલને પુત્ર મહામાત્ય ધનપાલ ક્યાને રહેવાસી હતો તે આ લેખો ઉપરથી જાણી શકાતું નથી. ” પણ બીજા લેખે અને પ્રશસ્તિઓથી હવે એ સ્પષ્ટ રીતે જાણી શકાયું છે કે-મહામાત્ય વિમલના મોટા ભાઈ મં૦ નેના પુત્ર મં૦ ધવલકના પુત્ર મંત્રી આનંદના પુત્ર મંત્રી પૃવીપાલને પુત્ર મંત્રી ધનપાલ છે. એટલે તે પાટણને જ રહેવાસી હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org