________________
વિમલવસહીના લેખે.
૨૯૭
લેખને જેટલે ભાગ બચ્ચે છે, તેને ભાવાર્થ આ છે.
વિમલ-વસહિકાના મૂળનાયક શ્રીષભદેવ ભગવાનને માટે ભગવાનની સમક્ષ યાવચંદ્રદિવાકરૌ-જ્યાં સુધી દુનિયા ઉપર ચંદ્ર અને સૂર્ય રહે, ત્યાં સુધી અર્થાત્ કાયમને માટે પાણીની અંજલિની સાથે મુક્યું. આ બાબત માટે આસધર, પ્ર. માલ્હણ, પ્ર. કુલધરને પુત્ર માલ્હણ, શેઠ હેમરાજ, શેઠ નાગડ, હેઠëજી ગામના પંચ ચાવડા અજ્યરા વગેરે સાક્ષીઓ છે. મંત્રી જસધવલની પ્રેરણા અને પ્રયાસથી આ કામ થયેલું છે. આ વિધિ-આ આજ્ઞાને જે ભંગ કરશે, બીજાની પાસે ભંગ કરાવશે અથવા ભંગ કરવાની બુદ્ધિ આપશે, (આટલું લખી ને પછી ઘણું અસભ્ય ગાળ લખી છે.)
સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૫ ને ગુરુવારે શેઠ આહવની ભાર્યા ગેલૂના પુત્ર મહાએ શ્રાવિકા રહીને કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ ભરાવી.
(૮૮-૮૯-૯૦) ભમતીની વસમી દેરી (ગભારો) માંના આ ત્રણે લેખે
* દાનપત્રો વગેરેના આવા ઘણા લેખેની અંદર તેને અંતે, આ આજ્ઞાનો ભંગ કરે તેને માથે ગૌહત્યાનું પાપ વગેરે અનેક જાતનાં પાપ અથવા તે ભંગ કરનાર અનેક પ્રકારનાં ભંયકર દુખ ભેગવશે, અનેક વર્ષો સુધી નરકના દુઃખે ભાગશે. વગેરે લખેલું હોય છે કે જેનાથી માણસે એને ભંગ કરતાં ડરે. પરંતુ આ ડર આર્ય લાકે રાખે, પણ મુસલમાન, ઈસાઈ અથવા સાવ નાસ્તિક હોય તે આવાં પાપોથી પણ ન ડરે એટલે એને માટે ભુંડી-અકથ્ય ગાળો લખેલી જોવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org