________________
૨૯૨
અવલાકન.
રામાં થયેલા શ્રીજ્ઞાનચંદ્રસૂરિજીના ઉપદેશથી મા ભરાવ્યાં અને તેની ઉક્ત આચાર્યજીએ પ્રતિષ્ઠા કરી.
( ૮૪ )
ભમતીની અઢારમી દેરીમાં થઇને સમવસરણવાળી સત્તરમી દેરીમાં જવાનું બારણું છે, તેની ખારશાખની ઉપરના ભારવાટ પથ્થરમાં આ લેખ ખેાઢેલા છે. પણ આ પત્થર પહેલાં બીજે ઠેકાણે લગાવેલા હશે. નજીકના કાઇ જ દ્વાર વખતે આ પત્થરને અહીં લગાવતાં તેની ઉપરના કેટલાક ભાગ ઘડીને કાઢી નાંખ્યા છે. ઘણા જ ખેદની વાત છે કે અતિ મહત્ત્વવાળા આ લેખને અતિ મહત્ત્વના ઉપરના બધા ભાગ નષ્ટ થઇ ગયા. બચેલા ભાગમાં તે માત્ર સાક્ષીઓનાં નામ જ રહી ગયાં છે. છતાં એટલું તે ચાક્કસ જણાઈ આવે છે કે-આ લેખથી કેાઇ મહારાજાએ તેના મંત્રીની પ્રેરણાથી કોઈ જાતના રૈયત ઉપરના કર, ટેક્સ, મુંડકુ' અથવા લાગો યાવત્ચંદ્રદિવાકર–કાયમને માટે પાણીની અંજિલ મુકીને વિમલવસહીના મૂલનાયક શ્રીઋષભદેવ ભગવાનને ભેટ કર્યુ છે-લેવાનુ છેડી દીધુ છે. આ લેખના બચેલા ભાગની શરૂઆતમાં ‘ પાલ્હેણુ ’ શબ્દ સ્પષ્ટ રીતે દેખાય છે. એટલે આ લેખ, ' પાલ્હેણુદેવ 'ના મોટાભાઈ આબુના રાજા પરમાર ધારાવર્ષાદેવના - એટલે લગભગ વિ. સં. ૧૨૨૦ થી ૧૨૭૬ સુધીના તેના રાજ્યકાળ દરમ્યાનના કાઇ વર્ષના હાવાની પાકી સંભાવના થઇ શકે છે.
+ ધારાવર્ષાદેવ વિ. સ. ૧૨૨૦ થી ૧૨૭૬ સુધી તે અવશ્ય રાજ્ય કર્યું" જ છે. કદાચ તેથી વધારે પણ કર્યું હાય. ( રાનવુતાનેજા તિદાન, રૃ. ૧૭૭ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org