________________
વિમલવસહીના લેખે.
૨૭૩
સૂર્ય અને ચંદ્રની જેમ અત્યંત નિમલ-પાપરૂપી મેલથી રહિત, ન્યાય—નીતિથી શોભતા અને અતિ પ્રખ્યાત હેમરથ તથા દશરથ નામના બે પુત્રો હતા. ૧૦. તેમાંના મોટા પુત્ર હેમરથ; અત્યંત વિવેકના મંદિર સમાન, શાંત પ્રકૃતિવાળા, જિનેશ્વર ભગવાનનાં આગમા–સિદ્ધાન્તામાં કહેલા જીવ-અજીવના સુંદર વિચારાને જાણવામાં નિપુણ સાધુ-મુનિરાજોની સેવા કરવામાં તત્પર રહેનાર, પાપનાં કાર્યાંથી ડરવાવાળા, પોતાના આશ્રયમાં આવેલા માણસોનું રક્ષણ કરવામાં હંમેશાં ઉદ્યમવત રહેનાર, સારાસારનું વિવેચન– પૃથક્કરણ કરવામાં અતિ નિપુણ બુદ્ધિ વડે કરીને બહુ નિમ ળ વિચારોવાળા હતા. ૧૧. અને ખીજો પુત્ર મ`ત્રી દશરથ પણ; ગાંભીર્યવાન, સરલ પ્રકૃતિવાળા, ક્ષમાવાન, ઇંદ્રિયનું દમન કરનાર, દાક્ષિણ્યતાના સમુદ્ર, બુદ્ધિવાળા, હમેશાં સારાં ધર્મ કાર્યમાં ઉદ્યમવત રહેનાર, ધાર્મિક મનુષ્યાથી સન્માન્ય-ધાર્મિક મનુષ્યા જેનું સન્માન– બહુમાન કરે છે એવા, કળા-કૌશલ્યના તેા ઉત્તમ ખજાના, વિવેકયુક્ત, સંતેાષમાં પ્રેમ રાખનાર, દયાળુ અને સારા ન્યાય-નીતિનું ભાજન– પાત્ર હતા. ૧૨. સંસારવાસથી ચિકત થયેલા-સંસારરૂપી કારાગૃહથી ક’ટાળેલા, અંખિકા અંખાદેવીની સહાયતાથી ધર્મ કરવાની જેને બુદ્ધિ ઉત્પન્ન થઇ છે એવા અને પોતાના પુત્ર-સ્ત્રી વગેરેથી યુક્ત
* આ ઉપરથી જણાય છે કે-વિમલ મંત્રીશ્વરના કુટુ એમાં શ્રી અંબિકાદેવીની આરાધના વિશેષ પ્રમાણમાં ચાલુ હતી. આ વિમલ– વસહીની ભમતીની એકત્રીશમી દેરીમાં અંબાજીની જે મુખ્ય મૂતિ છે, તે પણ્ સ, ૧૩૯૪ માં વિમલ મ`ત્રીશ્વરા કુટુંબીએ જ ભરાવી છે. જૂઓ લેખાંક ૯૨.
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org