________________
વિમલવસહીના લેખો.
૨૭૧ તત્પર રહેનાર અને અતિ પવિત્ર એ લહર નામને તે (નીનાશેઠ) ને પુત્ર થ. ૩. જૈન ધર્મમાં પિતાની કુળ-પરંપરાથી ચાલતું આવેલું જૈનત્વ–શ્રાવકપણું પ્રાપ્ત કરીને તેનું લાંબા કાળ સુધી પરિપાલન કરીને પાછળથી ગર્વિષ્ઠ એવા આંતર શત્રુઓના સમૂહને જીતીને જેણે દીક્ષા લીધી હતી તથા અણહિલપુર પાટણના મહારાજા મૂળરાજની દષ્ટિરૂપી અમૃતના ઝરણાથી સિંચાયેલ* બુદ્ધિશાળી, દાનેશ્વરી, ઉદાર ચરિત અને શ્રેષ્ઠ એ તેને (તે લહરને)+
* આ મંત્રી વીર, પાટણના મહારાજા મૂળરાજને મંત્રી હતા. મહારાજા મૂળરાજને તેણે ઘણો જ સંતોષ આપ્યો હતો, તેથી મહારાજા મૂલરાજ હમેશાં તેને પ્રેમ ભરેલી દષ્ટિથી જેતે હતો.
+ અહીં મંત્રી વીરને, મંત્રી લહરને પુત્ર કહ્યો છે. પણ વાસ્તવિક રીતે એમ નથી, કેમકે-મંત્રી લહરે પાટણના મહારાજ વનરાજ ચાવડાની સેવા કરી છે. અર્થાત વનરાજની પાછલી જીંદગીમાં લહર તેને મંત્રી હતો, અને વીર, મહારાજા મૂળરાજને મંત્રી હતા, એમ ઘણા ગ્રંથો અને લેખો ઉપરથી સ્પષ્ટ રીતે માલુમ પડે છે. આ તરફથી મહારાજા વનરાજ ચાવડા અને મહારાજા મૂલરાજ સોલંકીને લગભગ બસો વર્ષોનું અંતર છે એ તે પ્રસિદ્ધ વાત છે. આ ઉપરથી મંત્રી વીર, તે મંત્રી લહરને ખાસ પુત્ર નહીં પણ તેમની પછી તેમના વંશમાં અમુક પેઢીએ ઉત્પન્ન થએલ જરુર માની શકાય. એક માણસની બે ચાર પેઢીઓ બાદ પણ તેમના વંશમાં જે ઉત્પન્ન થયેલ હેય, તેને કદાચ વચલી પેઢીઓની ઉપેક્ષા કરીને પ્રથમ માણસને પુત્ર કહેવું હોય તે કહી શકાય. એ જ હિસાબે અહીં આ લેકમાં પણ મંત્રી વીરને, મંત્રી લહરને પુત્ર કહેવામાં આવ્યો છે. ઉપરના હિસાબે એમ કહેવું કાંઈ ખોટું પણ નથી. પરંતુ વાસ્તવમાં ઉપર કહ્યા પ્રમાણે મંત્રી લહરના પછી લગભગ બે વર્ષ બાદ તેમના વંશમાં મંત્રી વીર ઉત્પન્ન થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org