________________
વિમલવસહીના લેખ.
૨૬૯ ભગવાનની મૂર્તિ વિરાજમાન કર્યાનું વિસ્તારથી વર્ણન આપેલું છે. તે આ પ્રમાણે છે –
(આના પહેલા કલેકના પાછલાં લગભગ બે પાદ ત્રુટક–ખંડિત છે, પણ પહેલા આખા લેકમાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ જ છે, એમ સ્પષ્ટ જણાઈ આવે છે).
અત્યંત દેદીપ્યમાન અને તેજસ્વી કાબરચીતરા વર્ણવાળાપંચરંગી વાદળાંની જેમ અનિત્ય એવાં શરીરથી ભરેલા સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ડૂબતા એવા પ્રાણીઓના સમૂહને તારવા માટે જબરદસ્ત ઉત્તમ વહાણ સમાન.
એવા શ્રી રાષભદેવ ભગવાન (જયવંતા વતે છે.) ૧. શ્રી શ્રીમાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલા અને અતિ નિર્મળ એવા પરવાલવંશ રૂપી
* આ લેકના પહેલા ચરણમાં શ્રી માત્રા છે, તેને બદલે જે માસ્ટપુથ હોય તે આને અર્થ સારી : રીતે સંગત થઈ શકે. પણ તેમ નથી એટલે ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. જે યુટ્યા ને બદલે પુત્ર હોય તો તેનો અર્થ આ પ્રમાણે થઈ શકે -શ્રી શ્રીમાલ ( ભીનમાલ ) નામના નગરમાંથી ઉત્પન્ન થયેલ અતિ નિર્મળ એવા પિરવાલ વંશરૂપી આકાશને દીપાવવામાં ચંદ્ર સમાન. મતલબ કે ( મારવાડમાં આવેલ છે ભિન્નમાળ નગરમાંથી પરવાલ જ્ઞાતિ ઉત્પન્ન થઈ ” એવો અર્થ થાય. કવિ લાવણ્યસમયજીએ “વિમલપ્રબંધ” માં અને વિમલચરિત્ર આદિ ગ્રંથમાં પણ લખ્યું છે કે–શ્રી : શ્રીમાળ-ભિન્નમાળ નગરથી પિરવાલ જ્ઞાતિની ઉત્પત્તિ થઇ. પરંતુ પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા . બ. મ. મ. ગૌરીશંકર હીરાચદ એઝાઝ આ વાતને પસંદ નથી કરતા. તેઓ મેવાડના પ્રવાસ નામના એક પ્રાંત થકી પરવાલની ઉત્પત્તિ થયાનું માને છે. જે આ જ વાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org