________________
અવલોકન
( ૨૪૩ )
લે. ૧.
સંવત્ ૧૬૬૧ ના આસો શુદિ ૧૩ ને શુક્રવારે શ્રી સિહી નિવાસી એસવાલજ્ઞાતીય શાહ મૂલા, સંઘવી રૂપા, રાવત, કચરા અને જગમાલે શ્રી અર્બુદગિરિના જિનચૈત્યમાં યુગપ્રધાન ભટ્ટારક શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પ્રતિમા ભરાવી અને તેના ઉપર મહોપાધ્યાય શ્રી લક્ષ્મીસાગરજી પાસે વાસક્ષેપ કરાવ્યો. અર્થાત્ મ. શ્રી લક્ષ્મીસાગરજીએ આની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રતિમા પંચાયણ નામના મીસ્ત્રીએ ઘડી છે. આ સુંદર મૂર્તિ મૂળગભારામાં ડાબા હાથ તરફના ગોખલામાં વિરાજમાન છે.
ગૂઢમંડપના લેખે–
સંવત ૧૫૨૦ ના અષાડ શુદિ ૧ ને બુધવારે પોરવાલ જ્ઞાતીય સંઘવી વરસિંગની ભાર્યા મંદિરના પુત્રે મંત્રી આહણ અને મંત્રી મેહુણે પિતાના નાનાભાઈ મંત્રી કાકાની ભાર્યા ભેળીના કલ્યાણ માટે શ્રી પદ્મપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું.
સંવત્ ૧૫૨૩ ના વૈશાખ શુદિ ૧૩ ને ગુરુવારે શ્રી ચારિત્ર સુંદરસૂરિજીના ઉપદેશથી સંઘવી ઠાકુરસિંહ (ઠાકરશીએ) શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી લે. ૬-૭ વાળી બને મૂર્તિઓ, ધાતુની મોટી અને ભવ્ય એકલ મૂર્તિઓ છે.
આ લેખ, ત્રણ આર્યા અને એક અનુષ્ટ્રપ એમ સુંદર ચાર પદ્યોમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org