________________
અવલોકન.
( ૨૩૩ )
લે. ૧.
હતી. (કદાચ સાતે તીર્થોની બે બે વાર યાત્રા કરી હોય.) ર૭. તે શાહ દેસલને, નિર્મલ શીલગુણથી યુક્ત અને જૈનધર્મમાં કહેલી દયા પાળવામાં સમર્થ એવી દેમતિ અને માઈ નામની બે સિયે હતી. ૨૮. તે શાહ દેશલને, દેમતિની કુક્ષિથી ઉત્પન્ન થયેલા (૧) ગેસલ, (૨) ગજ પાલ અને (૩) ભીમ, નામના ત્રણ અને માઈની કુક્ષિથી ઉત્પન્ન થયેલા (૧) મેહન અને (૨) મહા નામના બે મળીને કુલ પાંચ પુત્ર હતા. ર૯ તેમાંના, જૈનધર્મરૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્યસમાન અને નિર્મળ કીર્તિવાળા શાહ શ્રીગોસલને, ગુણરૂપી રત્નને ઉત્પન્ન કરવા માટે રોહણાચલની પૃથ્વી સમાન ગુણદેવી નામની ભાર્યા છે. ૩૦. તે શ્રીગેસલને, શુભધર્મકરણીમાં હંમેશાં અતિ તત્પર રહેવાવાળો શાહ શ્રી ધનસિંહ નામને પુત્ર છે. તે (ધનસિંહ)ને દયાવાળી, સજજનેને માનનીયા અને સારા ગુણવાળી ધાંધલદેવી નામની ભાર્યા છે. ૩૧. શાહ ગેસલના ભાઈ શ્રીભીમને હાંસલદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ, મહિમાને ભંડાર, મહાપરાક્રમી અને નિર્મળ બુદ્ધિવાળે શ્રીમાન મહણસિંહ નામને પુત્ર છે. ૩૨. તે શાહ મહણસિંહને, મયણલ્લદેવીની શ્રેષ્ઠ કુક્ષિરૂપી છીપમાં ઉત્પન્ન થયેલાં મેતી સમાન ત્રણ પુત્રો જયવંતા વતે છે. તે ત્રણમાં, જગતની અંદર ફેલાઈ ગયેલા યશના પ્રકાશવાળે, સજજનેમાં શ્રેષ્ઠ અને શાહુકારેમાં અગ્રણું એ લાલિગ નામને પુત્ર મુખ્ય-પહેલે છે. ૩૩. તે લાલિગને, જાણે આશ્વિનેય દેવકુમાર જ ન હૈય?—એવા, ગુણેથી શોભતા, શ્રેષ્ઠ અને ધર્મધ્યાનમાં તત્પર રહેવાવાળા સિંહા તથા લાખા નામના બે નાના ભાઈઓ છે. ૩૪. ઉપર્યુક્ત શાહ ધનસિંહને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org