________________
(૧૭) ભાગ વંચાય તેટલે ઉતારીને આમાં આપવામાં આવેલ છે, ઉપર્યુક્ત જે જે મૂત્તિઓના લેખે લઈ શકાયા નથી, તેમાંના ઘણું લેખને સારાંશ એ જ ધણીના બીજા લેખે ઉપરથી ઘણે ભાગે જાણી શકાય છે. છતાં તે લેખો વાંચી શકાયા હતા તે સંભવ છે કે તેમાંથી કંઈ ને કંઇ વિશેષતા મળી શકત.
જે લેખોનો સંગ્રહ આમાં આપવામાં આવ્યું છે, તેમાંનો માટે ભાગ જૈનોએ કરાવેલા કંઈ પણ સુંદર કામની માહિતી પૂરી પાડે છે, અથવા યાત્રા કર્યા સંબંધી હકીકત જણાવે છે. છતાં આમાં અજૈનોના લખાવેલા લેખે પણ કંઈ ઓછી નથી. અજૈનોએ પણ અહીંની યાત્રા કરીને લેખે જરૂર ખોદાવ્યા છે.
વળી કેટલાક સિલાવટો અને બ્રાહ્મણોએ પણ અહીં જિનમૂર્તિઓ ભરાવીને લેખો લખાવ્યા છે.
લેઓમાંની વિશેષતાઓ
બધાયે લેખનું સમુચ્ચય અવલોકન કર્યા પછી, કેટલીયે બાબતે આમાંથી નવી નવી જાણવાની મળે છે, જેનાં ચેડાંક ઉદાહરણ અહીં આપવાં અનુચિત નહિ ગણાય. ૧ કેટલાક લેખોમાં “ સાધુ ” કે “ આચાર્ય ના સંતાનય તરીકે શ્રાવકનાં-ગૃહસ્થનાં નામ આવે છે. દા. ત. જૂઓ લેખ નં. ૧૦, ૪૩ વગેરે.
( સંભવ છે કે તે તે ગૃહસ્થ, તે તે સાધુ કે આચાર્યની પૂર્વાવસ્થા–ગૃહસ્થાવસ્થાની વંશ પરંપરામાં ઉત્પન્ન થયા હોય અથવા તો તે તે સાધુઓના આમ્નાય–આજ્ઞાધારક તેઓ હેય. અર્થાત એ ગૃહસ્થ, એ ગચ્છના આચાર્યને ગુરુ તરીકે ધારણ કરી તેમની આમ્નાય પરંપરાને માનનારા હેવા જોઈએ. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org