________________
સુધારવાનું, વધારવાનું વિચારવાનું.
[ આ લેખસંદેહનું અવલોકન છપાઈ ગયા પછી કાંઈક સુધારવા, વધારવા અને વિચારવા જેવું મને જણાયું તે અહીં આપવામાં આવ્યું છે. વાચકો તે તરફ જરૂર ધ્યાન આપે-સંગ્રાહક ]
૧. લે. ૧૨, પૃષ્ઠ ૨૪૭ નીચેની “ગેષ્ઠી ' શબ્દની કુટનેટને છેડે ઉમેરવાનું કે સિરોહી ” રાજ્યનાં ગામમાં, મંદિરની સાર-સંભાળ કરનારી મંડળી ( વ્યવસ્થાપક કમીટી ) ને અત્યારે પણ ગોઠ ” કહે છે.
૨. લે. ૬૪, પૃષ્ઠ ૨૮૫ નીચેની બીજી ફટનટમાં મેં, “સિરોહી સ્ટેટ ના “મડાર ( મઢાર ) ” ગામના નામ પરથી “ મડાહડા ગ૭ નીકળવાનું તથા લે. ૨૫૧, પૃષ્ઠ ૩૯૪ અને ૩૯ માં “ મડાહડ એ
સિનેહી રાજ્ય માં આવેલું હાલનું “ મડાર ( મઢાર ) ' ( ટ્રી મેટ્રીકલ સર્વેના નકશાનું “ મંડાર ?) હોવાનું લખ્યું છે, અને ડૉ. Dફેસર લ્યુડર્સે પણ આ લેખનું ઈગ્લીશમાં વિવેચન કરતાં એ જ પ્રમાણે લખ્યું છે. પરંતુ માત=મરાહુ એ “ આબુની દક્ષિણ તરફની તલેટીમાં આવેલું “મદુવાજી ” નામનું સ્થાન હોવાનું ઈતિહાસતત્વવેત્તા શ્રીમાન “ કલ્યાણવિજયજી મહારાજે ” કઈ ઠેકાણે પ્રગટ કર્યાનું મેં સાંભળ્યું છે. જો કે તેમણે બહુ વિચાર પૂર્વક આ વાત પ્રગટ કરી હશે. છતાં મને મદતનું અપભ્રંશ મહાસ અને તેનું ભ્રષ્ટ રૂપ “મડાર ” બનવું બહુ જ સુલભ અને મલાદ નું ભ્રષ્ટ રૂ૫ ‘ મદુવાજી ” બનવું બહુ જ ક્લિષ્ટ લાગે છે. “ આબુ ની નીચેથી પ્રદક્ષિણા કરતી વખતે “ મદુવાજી ” નામનું સ્થાન હું જાતે જોઈ આવેલ છું. ત્યાં ખાસ ગામ જેવું કશું નથી. પણ ત્યાં શ્રી મધુસૂદન ( શ્રીકૃષ્ણ) નું એક મંદિર અને ધામ છે. એટલે તે સ્થાનનું “મધુસૂદન ” ઉપરથી ટુંકું નામ “મધુવાજી ” અને તેનું ભ્રષ્ટ રૂપ “ મદુવાજી ” થઈ ગયું હોય એ બહુ સંભવિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org