________________
१७४
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૧૦૭. ધન, પુત્ર અને મિત્રોથી ખુશ થયેલ અન્ય મનુષ્યને જોઈને
નપુંસક ઉત્કંઠા કરે છે, સારા વ્યવહારવાળો જીવ સુંદર ધર્મને માટે ઉત્કંઠા કરતો નથી, નિધાનના સારભાગ જેવા ચિંતામણીના મધ્યભાગનો સ્પર્શ પથ્થરની ઈચ્છા વડે (થાય તેમ) અનુચિત આચરણ વડે જ આ જીવ એક દેશથી બીજા દેશમાં ભ્રમણ કરે છે. (એટલે ચિતામણી રત્ન જેવો ધર્મ મળવા છતાં ઉત્કંઠા ન રાખતા સ્પર્ધાદિ ઈન્દ્રિયોના તુચ્છ
વિષયોમાં ઉત્કંઠા રાખે છે.) ૧૦૮. | અભિનંદન જિનેશ્વરનું કૌસ્તુભરત્નની જેમ આ ચરિત્ર
જેઓના હૃદયમાં આશ્રયને પામે છે તેની પુરુષોત્તમતા દુર નથી, તેનો ઓજ પણ નરકગતિના ભેદને કરવામાં (નાશ
કરવામાં) સમર્થ જ છે. ૧૦૯. સજ્જનો કોઈપણ અન્ય મતને છોડીને સુમતિ તીર્થકરના
સુંદર મતમાં સંપૂર્ણ રીતે રમણ કરે, જે મતની અલ્પ પણ આજ્ઞા વડે બખતરવાળા થયેલા બુદ્ધિશાળીની (કૃતિન) પાસે
મોહરૂપી સર્પ ક્યારેય નજીક આવતો નથી જ. ૧૧૦. પુત્ર વગર પ્રણયિઓની બધી જ વાંછા નાશ પામે છે,
કુળની જ પરંપરાથી આવેલો ધર્મના ક્રમનો (પુત્ર ન હોવા રૂપ) અક્રમ થવાથી નાશ થાય છે, ઘર શૂન્યપણાને પામે છે, જેમ સૂર્ય વિના વિશ્વ હોવા છતાં પણ અવિદ્યમાન જેવું
જ છે. ૧૧૧. જે ઉવળ મહેલો પણ શૂન્ય થાય, જે કમળ જેવા નેત્રવાળી
સ્ત્રીઓ કરાયેલા પ્રવાસવાળી (ઘરનો ત્યાગ કરનારી) થાય, જે દેવાલયો પર્વદિવસે પણ મહોત્સવ વગરના થાય, અહીં
પુરુષો વિના તે આ બધું થાય. ૧૧૨. મંદ બુદ્ધિવાળો જન્મેલો પુત્ર જન્મ આપનાર એવા કોને
પ્રિય ન હોય ? શુક્તિપુટના મોતીની જેમ કોઈક વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org