________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१६५
શીલથી ધન્ય થયેલી આ કન્યા, આપના ચરણની સેવા ક૨વામાં હોંશિયાર એવી આ મારી પુત્રી, અક્ષીણ ભંડારવાળી આ લક્ષ્મી, કોઈપણ દોષ વગરનું આ સુંદર ઘર, ઉત્સાહવાળા આ મારા ભાઈઓ અને આ હું જે આપના ચરણકમળને વિશે ભમરાની જેમ સેવા કરવા તૈયાર છું, આમાંથી આપને જે કાંઈ મનમાં પ્રસંશનીય લાગે તે આજ્ઞા કરો; હું તે આપના ચરણે અર્પણ કરું.
૫૭. પ્રભુની પ્રીતિ અને સેવકનો ગુણોનો સમુહ તે બન્નેનો સાચો યોગ તે સ્નેહીઓને વિશે લક્ષ્મીને ફેલાવે છે, સ્વામિ-સેવકની જે એક એક વસ્તુઓની ઘટના તે વળી એકબીજાના પુરાણા ઋણથી મુક્ત થવું જ છે.
જે બન્નેના પિતા (કચ્છ-મહાકચ્છ) ભિક્ષાના ક્રમને નહિ જાણતા, અધિક થાકેલા ગૃહસ્થને વિશે માંગવારૂપ દીનતા નહિ કરતા, હમણા મુનિ એવા પણ આ પ્રભુને છોડીને બીજા પાસે નથી ગયા તે ખરેખર પિતા પુત્રો એવા તમે યોગ્ય કર્યું છે.
૫૬.
૫૮.
૫૯. હું સેવક છું એ પ્રમાણે નિસ્પૃહોને વિષે (નિવેદન કરવું) સારું નથી, પરંતુ હે ભગવાન ! કાર્યનો આદેશ કરો; એ મારી પ્રાર્થના છે. મારા સમસ્ત દુષ્ટકર્મો ક્ષય થયા છે એવો હું પવિત્ર છું (પુન્યશાળી છું); એ પ્રમાણે પણ પોતાની સ્તુતિ છે, આ બધું તમારું જ છે, આ કોઈ શું નવી વાત છે ? તેથી સ્વામિની સમક્ષ શું વિનંતી કરું ? કેવી રીતે પૂજા કરું તે મને આદેશ કરો.
૬૦.
એકેન્દ્રિય એવા કલ્પવૃક્ષ વડે પણ જે ઈચ્છિત હોય તે પહેલેથી સારી રીતે અપાય છે, કઠિન એવું ચિંતામણી પણ આપતો (આપવાના) અંતને માટે ઈચ્છા રાખતો નથી, બાળપણથી ઉપાસના કરાયેલી જે કામધેનુ પશુ હોવા છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org