________________
મલધારીગચ્છના પૂજ્યોને નમસ્કાર કરે છે. તેથી આ વિમલસૂરિજી મલધારીગચ્છના હોવા સંભવ છે. શ્લોક માં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને નમસ્કાર કરેલ છે.અને જેસલમેરની પ્રતિનું લેખન ૧૪મી સદીના પૂર્વાર્ધમાં થયું હોય તેવું લાગે છે. તેથી વિમલસૂરિજી હેમચંદ્રાચાર્ય પછી અને ૧૪મી શતાબ્દી પહેલા થવાનો સંભવ છે. આ સમયમાં મલધારીગચ્છની પાટ પરંપરા જોઈએ તો તેમાં વિમલસૂરિજીનું નામ જોવા મળતું નથી તેથી તેમના ગુરુ કોણ છે. તે જાણી શકાયું નથી. પણ વસ્તુપાળના મોસાળપક્ષના ગુરુ અને મલધારગચ્છીય આચાર્ય શ્રી નરચંદ્રસૂરિજીને ન્યાયકંદલી ટિપ્પણ ગ્રંથ રચવામાં વિમલાચાર્યએ સહાય કરેલી તેવી નોંધ મળે છે.
ત્રિષષ્ટિ અને તેની રચના પદ્ધતિ :
વિમલસૂરિ મહારાજ હેમચંદ્રાચાર્ય મહારાજકૃત ત્રિષષ્ટિના ચિરત્રોના ક્રમને જ અનુસર્યા છે અને એક એક ચરિત્રમાં બનતી ઘટનાનો ક્રમ પણ તે પ્રમાણે જ લીધો છે. પણ હેમચંદ્રાચાર્યની જેમ પ્રસંગોનો વિસ્તાર, ઋતુઓના વર્ણન જેવી વસ્તુને મહત્ત્વ ના આપતા અત્યંત ઓછા શબ્દોમાં દરેક પ્રસંગ નોંધી લીધો છે. તે પણ ગદ્યમાં તેમણે હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિ કરતા જેમ બને તેમ લઘુ અને સરળ બનાવવા પ્રયત્ન કરેલ છે, દરેક ચરિત્રની રચના પદ્ધતિ પણ સરળ છે. નવા શબ્દોનો પણ બહુ ઓછો ઉપયોગ કરેલ છે. તેથી પ્રારંભિક અભ્યાસીઓને વાંચવામાં ઉપયોગી છે. ચરિત્રોની વચ્ચે વચ્ચે જ્યાં શ્લોક મૂકેલાં છે. તે જોતા એમ લાગે કે આવા સુંદર શ્લોક અલગ-અલગ છંદમાં રચનાર વ્યક્તિ શું ગદ્યમાં આટલી સરળ રચના કરી શકે ! ટુંકું અને ટચ ગ્રંથકારશ્રીના શબ્દોમાં :
જે કવિઓ કાવ્ય રચનાને બહાને સ્ત્રીઓનું કે તેનાં અંગોનું વર્ણન કરે છે. તેઓને લાલબત્તી બતાવતાં લખે છે –
Jain Educationa International
८
For Personal and Private Use Only
www.jainelibrary.org