________________
જ્ઞાતાધર્મકથા, કલ્પસૂત્ર, જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, આવશ્યક નિર્યુક્તિની ચૂર્ણિ, વિશેષઆવશ્યકભાષ્ય અને વસુદેવહિંડી આદિમાં ઉત્તમપુરુષની સંજ્ઞા આપી છે. ત્યાર બાદ આચાર્ય શ્રી જિનસેનસૂરિજીએ મહાપુરાણમાં તથા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાના ગ્રંથમાં ઉત્તમ પુરુષને બદલે શલાકાપુરુષની સંજ્ઞા આપી અને ૯ પ્રતિનારાયણને ઉમેરી ૬૩ની સંખ્યા માની ત્યારે આચાર્ય શ્રી ભદ્રેશ્વરસૂરિજીએ કહાવલીમાં ૯ નારદોની સંખ્યા ઉમેરી ૭૨ની સંખ્યા આપી. હેમચંદ્રાચાર્યે શલાકાપુરુષનો અર્થ ખાતરેલા (રેખારૂપજીવન) કર્યો છે. અને ભદ્રેશ્વરસૂરિજીએ સમ્યક્ત્વરૂપ શલાકાથી યુક્ત એવો અર્થ કર્યો છે.
હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર રચ્યું ત્યારબાદ ત્રિષષ્ટિની લોકચાહના એટલી બધી વધી ગઈ કે તેનાં પછી અનેક મહાપુરુષોએ તેની ઉપર પોતાની કલમ ચલાવી જેમકે વજ્રસેનસૂરિષ્કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વિમલસૂરિષ્કૃત ત્રિષષ્ટિ ગદ્ય-પદ્ય, સોમપ્રભસૂરિષ્કૃત લઘુત્રિષષ્ટિ, ઉપા. મેઘવિજયજીકૃત લઘુત્રિષષ્ટિ, ચંદ્રમુનિકૃત લઘુત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ, ત્રિષષ્ટિશલાકા પંચાશિકા, તથા અજ્ઞાતકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષવિચાર, સાધ્વી અજિતસુંદરી (સં. ૧૨૫૮) કૃત ત્રિષષ્ટિભાષ્ય આમ ત્રિષષ્ટિ ઉપર અનેક મહાપુરુષોએ સાહિત્ય રચ્યું તેમાં મુખ્ય ફાળો હેમચંદ્રાચાર્યજીનો જ ગણાય.
આ ગ્રંથના કર્તા વિમલસૂરિજી કોણ ?
આ ગ્રંથ મલ્લિનાથચિરત્ર સુધી જ મળે છે. બાકીનો ભાગ લખાયો છે કે નહીં અને જો લખાયો હોય તો તે ભાગ ક્યાં છે તે જાણી શકાયું નથી. અધૂરા ગ્રંથની પ્રશસ્તિ ક્યાંથી મળે ? અને પ્રશસ્તિ વગર કર્તાનું નામ-ગુરુપરંપરા પણ કેવી રીતે જાણી શકાય ? આદિનાથ ભ. અને ભરત ચક્રવર્તીનું ચરિત્ર પૂરું થતા એક શ્લોક મળે છે તેમાં કર્તા તરીકે વિમલસૂરિ એવું નામ છે. તેથી કર્તા તો આપણને મળી ગયા. તેની પરંપરા શું છે તે જાણવું જરૂરી છે. તે માટે મંગલાચરણના ૮માં શ્લોકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org