________________
૪૬
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત ઉપર ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરે જે ઉ૦ દેહ પ્રમાણ હોય, તે નીચેની પૃથ્વીના પ્રથમ પ્રતરે જઘન્ય જાણવું, બીજી આદિ છ એ નરકમાં પ્રથમ પ્રતરે દેહમાન જાણવા માટે આ ઉપાય સમજવો, તે નરકોના બીજા વિગેરે પ્રતરોમાં દેહમાન જાણવા માટે તે તે પૃથ્વીમાં પ્રાપ્ત થતા પ્રથમ પ્રતરના દેહમાનને તે તે પૃથ્વીના પ્રતરોની સંખ્યામાંથી એક બાદ કરી જે સંખ્યા આવે તે પ્રતરની સંખ્યા વડે ભાગ આપ, ભાગાકાર કરતાં જે સંખ્યા આવે તે તે પૃથ્વીના બીજા પ્રતરોમાં વૃદ્ધિઅંક સમજ, એ પ્રમાણે કરતાં બીજી નરકમાં ત્રણહાથ અને ત્રણ અંગુલ વૃદ્ધિઅંક, ત્રીજીમાં સાત હાથ અને ૧૯ અંગુલી વૃદ્ધિઅંક, ચોથીમાં પાંચ ધનુષ્ય અને વીશ અંગુલ, પાંચમી નરકમાં પંદર ધનુષ્ય અને અઢી હાથ, છઠ્ઠી નરકમાં બાસઠ ધનુષ્ય વૃદ્ધિઅંક જાણુ. એ પ્રમાણે વચલી પાંચ નરકના પ્રતર સંબંધી નારકજીના દેહમાન માટે વૃદ્ધિઅંક કહો. (૨૪૬-૨૪૭-૨૪૮).
इअ साहाविअदेहो, उत्तरवेउविओ य तदुगुणो । दुविहोऽवि जहण्ण कमा, अंगुलअस्संखसंखंसो ॥२४९ ॥
એ પ્રમાણે સ્વાભાવિક–ભવધારણીય શરીરનું પ્રમાણ કહ્યું, ઉત્તરક્રિયનું પ્રમાણ વધારણીય શરીર જ્યાં જ્યાં જેટલું હોય તેનાથી બમણું જાણવું, આ ઉત્કૃષ્ટ જાણવું, જઘન્ય શરીર ભવધારણીય અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્તરક્રિય અંગુલને સંખ્યાનો ભાગ જાણ. (૨૪૯)
सत्तसु चउवीस मुहू, सग पनरदिणेग दु चउ छम्मासा । उववायचवणविरहो, ओहे बारस मुहुत्त गुरू | ૨૦ || लहुओ दुहावि समओ, संखा पुण सुरसमा मुणेयव्वा । संखाउपजत्तपणि-दितिरिनरा जंति नरएसुं ! ર૧૨
સાતે નરક પૈકી પહેલી નરકમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તને ઉપપાત-ચ્યવનવિરહ, બીજીમાં સાતદિવસને, ત્રીછમાં પંનરદિવસને, જેથી નરકમાં એક મહિનાને, પાંચમીમાં બે માસને, છઠ્ઠીમાં ચાર માસને અને સાતમીમાં છ માસને ઉપપાત-૨યવનવિરહ કાળ છે. એથે સાતે નરકની અપેક્ષાએ બાર મુહૂર્તને ઉત્કૃષ્ટ ઉપપત–વન વિરહ કાળ છે. જઘન્યથી ઉ૫પાતવિરહ તથા યવન વિરહ કાળ બને એક એક સમયને છે. ઉ૫પાત-ચ્યવન સંખ્યા દેવોના દ્વારમાં જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જાણવી. સંખ્યાવર્ષના આયુષ્યવાળા, લબ્ધિપર્યાપ્ત પંચેન્દ્રિય-તિય તથા મનુષ્ય નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૫૦-૨૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org