________________
પ્રથમ અધિકાર.
(૧૧) ભેજકુમારની સલાહ અનુસાર વત્સરાજ બનાવટી મસ્તક કરી તેના પર અળતાને રસ ચોપડી તે મસ્તક તથા ઉપરના લેકને લઈ મુંજરાજા પાસે ગયો અને તે તેની સન્મુખ મૂકીને બે કેહે રાજન ! તમારા આદેશ પ્રમાણે કર્યું છે, પરંતુ મારતી વખતે તેણે આ મલેક તમને આપવાને કહ્યો છે. તે લઈ રાજાએ વાં, અને નિરપરાધી બાળકની હત્યા કરવાથી તેના મનમાં અત્યંત ખેદ થયો, તેથી તે વિચારવા લાગ્યો કે- “ હા હા ! મેં કામધેનુ ગાયની હિંસા કરી, સરસ સિલયવાળા ચંદનના વૃક્ષનું ચૂર્ણ કર્યું, મંદાર વૃક્ષને છેદી નાંખ્યું, પુષ્પ અને ફળથી ભરેલો કલ્પવૃક્ષ કાપી નાંખે, કપૂરને ઢગલો બાળી નાંખે, નિર્મળ માણિક્યની માળાને ઘણના ઘાથી ભાંગી નાખી, અમૃત ઘડે ફેડી નાંખ્યો અને કમળ તથા પિયણાને કીડાને માટે અગ્નિમાં હેમ કર્યો–આવા મનુષ્યરૂપી માણિક્યને વિનાશ કરનાર અને ધિક્કાર છે. ગણિકાના જેવી પૃથ્વી કેદની થઈ નથી, થતી નથી અને થશે પણ નહીં. તો કેણુ ડાહો પુરૂષ તે પૃથ્વીને બહુ માન આપે? કહ્યું છે કે જે પૃથ્વી સેંકડે રાજાઓના ભાગ વિના એક ક્ષણ પણ રહી નથી, તેવી પૃથ્વીને લાભ થવાથી રાજાએને તેના પર બહુમાન કેમ થતું હશે ? તે પૃથ્વીના અંશને પણ અંશ અને તેના અવયવને પણ એક અવયવ પ્રાપ્ત થવાથી તેના સ્વામીઓને વિષાદ જે એ, તેને બદલે ઉલટા તે જડ હર્ષ પામે છે એ કેટલું બધું શાચનીય છે?” અનંત કાળે કરીને આ પૃથ્વી અનંતા રાજાઓએ ભેગવી છે અને તે રાજાઓએ અનંત ધન એકઠું કર્યું છે, પરંતુ તે સર્વને ત્યાગ કરીને તેઓ માત્ર કરેલા કામની સાથેજ પરલોકમાં એકલા ચાલ્યા ગયા છે.”
આ પ્રમાણે શેક કરતા રાજાને વત્સરાજે કહ્યું કે-“હે રાજન ! તમારૂ ઈચ્છિત કાર્ય સિદ્ધ થયું છે છતાં તમે શા માટે પશ્ચાત્તાપ કરો છે?” રાજા બોલે-“શું કહું ? જે બુદ્ધિ પાછળથી ઉત્પન્ન થાય છે તે જે પહેલી થતી હોય તે પોતાના કાર્યનો વિનાશ ન થાય અને દુર્જન લેકે હાંસી પણ ન કરે. પરમાર વંશના અલંકારરૂપ તે કુમારને મારવાથી હવે હું ચિતામાં બળીને મારા જીવતરને નાશ કવા ઈચ્છું છું.” તે સાંભળી વત્સરાજ બે-“હે રાજન! તમે વિષાદ ન કરો. કુમાર હજુ જીવતે છે.” રાજાએ કહ્યું-“તે તેને જલદી અહીં લાવ. વિલંબ ન કર.” આ હુકમ થવાથી તરતજ વત્સરાજ પોતાને ઘેર જઈ કુમારને લઈ આવ્યો. રૂપની લક્ષ્મીવડે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org