________________
અધિકાર ૬ ડો.
(૧૭૩) પછી કાળીદાસ આવ્યા એટલે તેને જોઈ રાજાએ તેની પાસે ઉપરના લેકનું ઉત્તરાર્ધ કહીને પૂછ્યું કે-“હે કવિરાજ ! આ ઉત્તરાધ કેવું છે?” ત્યારે કાળીદાસે કહ્યું કે-“અધણની મધુરતા, કુચની કઠિનતા, દષ્ટિની તીક્ષ્ણતા અને કવિતાની પરિપકવતા એટલી બાબતો જે અનુભવરસિક હોય તેજ જાણુ શકે છે.” રાજાએ કહ્યું
હે કવિરાજ ! તમે સત્ય કહે છે. કેમકે સરસ્વતી રૂપી વેલડીના કાવ્યરૂપી અમૃતફળમાં અપૂર્વ રસ રહેલો છે. ચાવવું તો સર્વને સામાન્ય છે, તે પણ તેના સ્વાદને તો એક કવિજ (જિહાજ, જાણે છે.” વળી–“સમગ્ર જગતને વિચાર કરી કરીને (કરવાથી) માત્ર ત્રણુજ પદાર્થો હદયમાં પેઠા છે, ઇશુનો વિકાર (સાકર) ૧, વિની બુદ્ધિ ૨ અને મુગ્ધ સ્ત્રીના કટાક્ષ ૩.” વળી–ગુરૂકૃપારૂપી અમૃતના પરિપાકથી ઉત્પન્ન થતા જે સરસ્વતીને વૈભવ તેને કવિજ મેળવી શકે છે, પણ બળાત્કારે પાઠની પ્રતિષ્ઠાને સેવનાર એટલે કેવળ ગોખણપટ્ટી કરનાર મનુષ્યને તે વૈભવ મળી શકતું નથી. અરેવરમાં અવસરે (જેઠ માસમાં) વસનારે અને નવા જળસમૂહને અત્યંત કાદવવાળો કરનારે પાડો શું કમળકરની (કમળના સમૂહની) સુગંધ મેળવી શકે ? નજ મેળવી શકે.” વિસ્તીર્ણ હૃદયવાળા કવિને
ગ્ય એવા કાવ્યમાં જડબુદ્ધિવાળે પુરૂષ ખેદ પામે છે, પરંતુ પિતાની મૂર્ખાઈ ઉપર ખેદ પામતા નથી. પ્રાયે કરીને સૂકાઈ ગયેલા સ્તનવાળી સ્ત્રી કાંચળી સીવનાર દરજીને જ નિંદે છે, (પણ પિતાના શુક સ્તનને નિંદતી નથી. આ પ્રમાણે ભેજરાજની સૂક્તિ સાંભળી કવિરાજ કાળીદાસ બોલ્યા કે-“આ મારી વાણુની રચના કે જે નિર્મળ પદની ચતુરાઇવડે મહુર છે અને જેને પ્રબંધ (અર્થ) પણ દેદીપ્યમાન છે તે અન્ય પુરૂષોના હદયમાં વંધ્ય છે, એટલે કાંઈ પણ આનંદ આપનારનથી, પરંતુ તે કવિના હૃદયમાં કૃતાર્થ–સફળ છે.વળી-ચપળ નેત્રવાળી સ્ત્રીના કાંઈક ઉઘડેલા નેત્રના ખુણામાંથી નીકળેલા કટાક્ષ બાળકને વિષે નિઃસાર છે, પરંતુ તે યુવાન પુરૂષને અપૂર્વ સુખ આપે છે.” વળી– વેશ્યા સ્ત્રીના વનની જેવા અકૃત્રિમ સનેહર કાવ્ય અમૃતરસમય હોય છે; પરંતુ ચતુર જનના સંગ વિના તે નિષ્ફળ-ફોગટ ગળી જાય છે-નાશ પામે છે.” વળી–“કવિ વિના રાજાના નામને પણ કઈ પૃથ્વી પર જાણતું નથી, અને રાજા વિના કવિની કીર્તિ પણ પૃથ્વી પર વિસ્તાર પામતી નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org